નવી દિલ્હી : લોકસભા ચૂંટણી (Loksabha Election 2019) ના પરિણામો આવવાનું બાકી છે, બીજી તરફ બીજુ જનતા દળ (BJD) એ સંકેત આપ્યો છે કે તેઓ કોની સાથે જશે. બીજદનાં નેતા અમર પટનાયકે કહ્યું કે, જે પણ ઓરિસ્સાની મદદ કરશે તેની સરકાર બનાવવામાં મદદ કરશે. અમર પટનાયકે કહ્યું કે, અમે સંભવત તે પાર્ટીની રચનાનું સમર્થન કરશે, જે કેન્દ્રમાં સરકાર બનાવશે અને ઓરિસ્સાના લાંબી સમયથી ચાલતા આવી રહેલ વણઉકેલાયેલા મુદ્દાઓનો ઉકેલ કરવાની મદદ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશ્વર્યાનું MEME શેર કરીને ફસાયો વિવેક ઓબરોય, મહિલા પંચે નોટિસ ફટકારી

અમરને જ્યારે પુછવામાં આવ્યું કે, શું બીજદ જેવી ક્ષેત્રીય પાર્ટીઓ કેન્દ્રમાં કિંગર મેકર હશે, તેમણે કહ્યું કે, જેવું કે બીજુ પટનાયકે કહ્યું હતું કે, અત્યાર સુધી દરેક પાર્ટી ઓરિસ્સાના લાંબા સમયથી ચાલતી આવવા વણઉકેલ્યા મુદ્દે ગંભીર નહોતા પરંતુ આ વખતે જે અમારા પ્રદેશ માટે વિચારશે, કામ કરશે તેનું જ સમર્થન કરશે. 


સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આપેલા વિવાદિત નિવેદનનાં પ્રાયશ્ચિત માટે 63 કલાકનું મૌન
MPમાં લોકસભાની રાજ્યસભા પર પણ અસર: કમલનાથ સરકાર લઘુમતીમાં હોવાનો ભાજપનો દાવો
તમામને 23 મેનાં રોજ પરિણામની રાહ જોવી જોઇએ
બીજદ નેતાએ જણાવ્યું કે, અમે એક્ઝિટ પોલના પરિણામોને નથી માનતા આ વખતે પણ બીજદ પ્રદેશમાં 2014ની જેમ પ્રદર્શન કરશે. જે પરિણામ આવશે તેઓ પહેલાથી વધારે સારુ થશે. અમર પટનાયકે કહ્યું કે, અમે તમામને 23 મેનાં રોજ પરિણામની રાહ જોવી જોઇએ. લોકસભા ચૂંટણી 2019 માટે રવિવારે સાંજે મોટા ભાગના એક્ઝિટ પોલના અનુસાર એકવાર ફરીથી ભાજપ નીત રાજગ બહુમતીથી કેન્દ્રમાં સરકાર બનાતા જોવા મળી રહ્યા છે. લગભગ તમામ એક્ટિવ પોલમાં ભાજપ નીત ગઠબંધનને 272નાં જાદુઇ આંકડાને પાર કરતા જોવા મળી રહ્યા છે. 


ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી !

એક્ઝિટ પોલમાં ઓરિસ્સામાં બીજુ જનતા દળને નુકસાન
લોકસભા ચૂંટણી એક્ઝિટ પોલમાં ઓરિસ્સામાં બીજુ જનતા દળ (બીજદ)ને નુકસાન થતું જોવા મળી રહ્યું છે, જો કે વિધાનસભા ચૂંટણી એકવાર ફરીથી વાપસીના સંકેતો જોવા મળી રહ્યા છે. એક્સિસ માઇ ઇન્ડિયાના પોલ અનુસાર નવીન પટનાયક પાંચમી વખત પુર્ણ બહુમતી સાથે સરકાર રચવા જઇ રહ્યા છે.