એશ્વર્યાનું MEME શેર કરીને ફસાયો વિવેક ઓબરોય, મહિલા પંચે નોટિસ ફટકારી

આ પોસ્ટ પર એશ્વર્યા રાયને ટાર્ગેટ કરતા પોલીસનાં પરિણામોની મજાક બનાવવામાં આવી છે, વિવેકે પોસ્ટ કર્યાના કલાકો બાદ મહારાષ્ટ્ર મહિલા પંચે તેને નોટિસ ફટકારી છે

એશ્વર્યાનું MEME શેર કરીને ફસાયો વિવેક ઓબરોય, મહિલા પંચે નોટિસ ફટકારી

નવી દિલ્હી : બોલિવુડ અભિનેતા એક્ટર વિવેક ઓબરોય હાલના દિવસોમાં પોતાની ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્રમોદી મુદ્દે ચર્ચામાં છે. બીજી તરફ એક્ઝિટ પોલનાં પરિણામો મુદ્દે વિવેકેપોતાનાં ટ્વીટર હેન્ડલ પર એક મીમ પોસ્ટ શેર કર્યું છે. આ પોસ્ટમાં એશ્વર્યા રાય બચ્ચન સલમાન, વિવેક અને અભિષેક બચ્ચન સાથે જોવા મળી રહી છે. આ પોસ્ટમાં એશ્વર્યાને ટાર્ગેટ કરતા પોલ્સના પરિણામોની મજાક ઉડાવવામાં આવી છે. વિવેકની પોસ્ટ બાદ મહારાષ્ટ મહિલા પંચે એક્ટરનાં નામની નોટિસ ઇશ્યું કરી હતી. 

— ANI (@ANI) May 20, 2019

— Vivek Anand Oberoi (@vivekoberoi) May 20, 2019

એક્ટર વિવેક ઓબરોયે થોડા સમય પહેલા પોતાનાં ટ્વિટર પેજ પર હાલના એક્ઝિય પોલના પરિણામોને એક્સપ્લેન કરતા MEME શેર કર્યું છે. આ મીમમાં તેનીએક્સ ગર્લફ્રેંડ એશ્વર્યા રાય અને તેના પહેલા બોયફ્રેંડ સલમાન ખાન સાથે જ એશ્વર્યાને તેનાં વર્તમાન પતિ અભિષેક બચ્ચન સાથે દેખાડવામાં આવી છે. પોસ્ટ શેર કરતા વિવેકે લખ્યું કે, જેણે પણ બનાવ્યું છે તે ખુબ જ ક્રિએટીવ છે. તેને રાજનીતિ સાથેજોડીને ન જોવું જોઇએ. 

આ પોસ્ટ બાદ જ આ MEME ઝડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયું ત્યાર બાદ વિવેક ઓબરોટ મુસીબતમાં ફસાતો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્ર મહિલા પંચેવિવેકને કાયદેસર નોટિસ ફટકારીછે. હવે તેની વિરુદ્ધ કાર્યવાહી પણ થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિવેક ઓબરોય વડાપ્રધાન મોદીની બાયોપિક વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં લીડ એક્ટર તરીકે જોવા મળશે. અનેક વિવાદોમાં ફસાયા બાદ ફિલ્મ 24 મેનાં રોજ રિલિઝ થવા જઇ રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news