પેશાવર: ઇમરાન ખાનનું કહેવું છે કે 11 ઓગષ્ટે પાકિસ્તાનના નવા વડાપ્રધાન સ્વરૂપે શપથ ગ્રહણ કરશે. દેશમાં 25 જુલાઇના રોજ યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં 65 વર્ષીય ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ (પીટીઆઇ) સૌથી મોટી પાર્ટી સ્વરૂપે ઉભરી છે. જો કે પીટીઆઇની પાસે હાલ પણ સરકાર બનાવવા માટેનો આંકડો નથી. પાકિસ્તાનની 342 સીટોવાળી નેશનલ એસેમ્બલીમાં 272 સીટો પર પ્રત્યક્ષ ચૂંટણી થાય છે. કોઇ પણ પાર્ટીને સરકાર બનાવવા માટે 172 સીટોની જરૂર હોય છે. જો કે ચૂંટાયેલ272 સીટોમાંથી તેને 137 સીટો જ જોઇએ કારણ કે સદનમાં 60 સીટો મહિલાઓ માટે જ્યારે 10 સીટો ધાર્મિક લઘુમતી માટે અનામત હોય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીટીઆઇએ કાલે કહ્યું હતું કે, સરકાર બનાવવા માટે તે નાના દળો અને અપક્ષ ધારાસભ્યોના સંપર્કમાં છે. પીટીઆઇ પાસે હાલ 116 સીટો છે. રેડિયો પાકિસ્તાનનાં અનુસાર ખૈબરતૂનખ્વામાં પીટીઆઇ કાર્યકર્તાઓને સંબોધિત કરતા ખાને કહ્યું કે, આવતા મહિનાની 11 તારીખે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. ખાને કહ્યું કે, હું ખૈબર પખ્તૂનખાના મુખ્યમંત્રીનો નિર્ણય લીધો છે. તે લોકોના હિતમાં છે. તેમણે કહ્યું કે, સિંઘના દુરના વિસ્તારોથી ગરીબી હટાવવા માટેની તેમની સરકારની પ્રાથમિકતાઓમાં સમાવિષ્ટ છે. તે અગાઉ પીટીઆઇના પ્રવક્તા નઇમુલ હકે શનિવારે પત્રકારોને જણાવ્યું કે, પાર્ટી પ્રમુખ ઇમરાન ખાન 14 ઓગષ્ટે વડાપ્રધાન પદના શપથ લેશે. 

PML-Q એ આપ્યો PTI ને સમર્થન
બીજી તરફ ઇમરાન ખાનની પાકિસ્તાન પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ (પીટીઆઇ)ના માટે એક વધારે સારા સમાચાર આવ્યા છે. શુજાત હુસૈનની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ કુવૈદ )પીએમએલ-ક્યુ)એ ઇમરાન ખાનનું સમર્થન કરવાની જાહેરાત કરી છે. તે અગાઉ આવી અટકળો નહોતી લગાવાઇ રહી.