શું 10 અઠવાડીયા સુધી ચાલશે LOCKDOWN? ટોપ હેલ્થ નિષ્ણાંતે કહી મોટી વાત
સમગ્ર દેશમાં 3 મેનાં રોજ લોકડાઉન (Lockdown) પુર્ણ થવાની રાહ જોવાઇ રહી છે જેથી જીવન ફરી એકવાર પાટા પર ચડી શકે. પરંતુ બીજી તરફ એવું નિવેદન આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં લોકડાઉન 10 અઠવાડીયા સુધી વધારે રાખવું જરૂરી છે. આ કહેવું છે ટોપનાં હેલ્થ જર્નલ લેસેન્ટનાં એડિટર ઇન ચીફ રિચર્ડ હોર્ટનનું. તેમણે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ભારતને 10 અઠવાડીયાનાં કુલ લોકડાઉનનું લક્ષ્યાંક નિશ્ચિત કરવું જોઇએ, જો તેવું કરવામાં આવે તો કોરોના સંકટમાંથી તેઓ બહાર નિકળી શકશે.
નવી દિલ્હી : સમગ્ર દેશમાં 3 મેનાં રોજ લોકડાઉન (Lockdown) પુર્ણ થવાની રાહ જોવાઇ રહી છે જેથી જીવન ફરી એકવાર પાટા પર ચડી શકે. પરંતુ બીજી તરફ એવું નિવેદન આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં લોકડાઉન 10 અઠવાડીયા સુધી વધારે રાખવું જરૂરી છે. આ કહેવું છે ટોપનાં હેલ્થ જર્નલ લેસેન્ટનાં એડિટર ઇન ચીફ રિચર્ડ હોર્ટનનું. તેમણે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ભારતને 10 અઠવાડીયાનાં કુલ લોકડાઉનનું લક્ષ્યાંક નિશ્ચિત કરવું જોઇએ, જો તેવું કરવામાં આવે તો કોરોના સંકટમાંથી તેઓ બહાર નિકળી શકશે.
પાલઘર હત્યાકાંડ અંગે ZEE NEWS નો સૌથી મોટો ખુલાસો, સાધુઓની 'હત્યા' અંગે સૌથી મોટો પુરાવો
રિચર્ડ હોર્ટને કહ્યું કે, જો ભારત લોકડાઉન ખોલવાનો પ્રયાસ કરે છે તો, તેણે અત્યાર સુધી જે પણ પગલા ઉઠાવ્યા છે તેના પર પાણી ફરી વળશે. કોવિડ 19નાં પ્રસારણને સફળતાપુર્વક ખતમ કરવામાં અને વુહાનને ફરી એકવાર સંપુર્ણ ખોલવામાં ચીનને 10 અઠવાડીયા જેટલો સમય લાગ્યો હતો.
જો તમારા પર કોઇ મંત્રીનો ફોન આવે તો મજાક ન સમજતા મંત્રીઓ કરી રહ્યા છે ફોન
હોર્ટને કહ્યું કે, પ્રત્યેક દેશમાં મહામારી હંમેશા માટે નહી રહે. આ આપોઆપ ખતમ થઇ જશે. અમારા દેશ પ્રકોપને નિયંત્રીત કરવા માટે યોગ્ય પગલા ઉઠાવી રહ્યા છે. જો ભારતમાં લોકડાઉન સફળ થાય છે તો 10 અઠવાડીયા બાદ તમે મહામારીમાં સ્પષ્ટ રીતે ઘટાડો જોઇ શકશો. જો તેના અંતમાં વાયરસ નિષ્ક્રિય થઇ જાય છે તો તમામ જનજીવન સામાન્ય થઇ શકે છે. તેમ છતા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું, વ્યક્તિગત્ત સ્વચ્છતા જેવી પાયાની જરૂરિયાતો જાળવી રાખવી પડશે.
ભારતમાં બીજા લોકડાઉનનાં સમાપ્ત થવા મુદ્દે તેમણે કહ્યું કે, હું સમજુ છું કે, તમારે આર્થિક ગતિવિધિ ફરીથી ચાલુ કરવી પડશે, પરંતુ કૃપા તેમાં ઉતાવળ ન કરો જો તમે લોકડાઉન ઉઠાવો છો અને જો આ બિમારીની બીજી લહેર આવે છે તો તે પહેલી લહેર કરતા પણ ખતરનાક સાબિત થશે.
PM Modi ની અપીલનું પડ્યું વજન, આ એરલાઇન દ્વારા લેવામાં આવ્યો અદ્ભુત નિર્ણય
આ સ્થિતીમાં તમારે ફરી એકવાર લોકડાઉનના રસ્તે જવું પડશે અને અનેક નિર્દોષોનાં ફરી એકવાર જીવ જશે સંક્રમણ થશે અને નવેસરથી શરૂઆત કરવી પડશે. તેના કરતા જરૂરી છે કે આ લોકડાઉનને જ લંબાવવામાં આવે. વાયરસથી પ્રકૃતી જ એવી હોય છે કે જો તેનાથી શારીરિક અંતર જાળવવામાં ન આવે તો તે લોકો વચ્ચે ફેલાય જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube