ભારતમાં ચીનના રાજદૂતે કહ્યું, કોરોના વાયરસ વિરુદ્ધ જંગ ચોક્કસપણે જીતશું
ચીની રાજદૂતે કહ્યું, `ચીનને સંપૂર્ણ વિશ્વાસ છે કે તે કોરોના વાયરસ વિરુદ્ધ જંગને જરૂર જીતશે.` તેમણે કહ્યું કે, વાયરસનો આ પ્રકોપ ચીનની મજબૂત અર્થવ્યવસ્થાના મજબૂત પાયાને પ્રભાવિત કરી શકશે નહીં.
નવી દિલ્હીઃ ખતરનાક કોરોના વાયરસથી ચીન સહિત વિશ્વભરમાં 73 હજારથી વધુ લોકો ચેપગ્રસ્ત થઈ ગયા છે. માત્ર ચીનમાં 72 હજારથી વધુ લોકો તેનો ભોગ બન્યા છે અને આશરે 1900 લોકોના મોત થઈ ચુક્યા છે. પરંતુ ચીને આશા વ્યક્ત કરી છે કે આ જીવલેણ વાયરસ વિરુદ્ધ લડાઈને તે જરૂર જીતશે. ભારતમાં ચીનના રાજદૂત સુન વીડોન્ગે મંગળવારે કહ્યું કે, વાયરસના પ્રકોપમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે અને તેનાથી ચેપગ્રસ્ત લોકોના સ્વસ્થ થવાના દરમાં પણ વધારો થયો છે.
ચીની રાજદૂતે કહ્યું, 'ચીનને સંપૂર્ણ વિશ્વાસ છે કે તે કોરોના વાયરસ વિરુદ્ધ જંગને જરૂર જીતશે.' તેમણે કહ્યું કે, વાયરસનો આ પ્રકોપ ચીનની મજબૂત અર્થવ્યવસ્થાના મજબૂત પાયાને પ્રભાવિત કરી શકશે નહીં. તેમણે કહ્યું કે, હુબેઈ અને વુહાનમાં કોરોનાના કહેરને પ્રભાવશાળી રીતે નિયંત્રિત કરવામાં આવ્યો છે. સારવારથી સ્વસ્થ થનારા લોકોનો દર પણ 1.3 ટકાથી 8.2 ટકા પર પહોંચી ગયો છે. સુન વીડોન્ગે જણાવ્યું કે, 12 હજારથી વધુ લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ચુક્યા છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
વીડોન્ગે ભાર આવીને કહ્યું કે, ચીન કોરોના વાયરસ વિરુદ્ધ જંગ જરૂર જીતશે અને તેને લઈને મલ્ટિલેવલ કંટ્રોલ અને નિવારણની વ્યવસ્થા કરી છે. ચીની રાજદૂતે કહ્યું કે, તેમના દેશમાં કોરોનાનો સામનો કરવા માટે 80 અબજ આરએમબી (આશરે 81000 કરોડ રૂપિયા) ફાળવવ્યા છે અને આ મહામારીથી અર્થવ્યવસ્થાને નુકસાન ન પહોંચે તે માટે સરકારની પાસે પર્યાપ્ત સંસાધન છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...