નવી દિલ્હી : પાકિસ્તાનમાં 60 કલાકની કેદથી આઝાદ થઇને ભારત પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદનનું હાલનાં દિવસોમાં આર્મીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેનાં એમઆરઆઇ સ્કેનમાં કોઇ ગંભીર વાત સામે નથી આવી, જો કે સુત્રો અનુસાર તેમના કરોડરજ્જુનાં નિચલા હિસ્સામાં ઇજા થઇ છે. જે સંભવત એમઆઇજી 21થી ઇજેક્ટ થતા સમયે લાગી હોય તેવી શક્યતા છે. અભિનંદનને પાંસળીઓમાં પણ ઇજા થઇ છે. માનવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી પેરાશુટની મદદથી ઉતર્યા તો પાકિસ્તાનનાં લોકોએ તેમના પર હુમલો કર્યો તેના કારણે પણ તેમને કેટલીક ઇજાઓ થઇ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુત્રોનાં હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે હાલ વિંગ કમાન્ડર અભિનંદન ઓછામાં ઓછા 10 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડશે. અહીં તેમની તમામ જરૂરિયાત અનુસાર ચેકઅપ કરવામાં આવશે. 
વાયુસેના પાયલોટ અભિનંદન યાશીઘ્ર કોકપિટમાં પરત ફરવા માંગે છે.


બંગાળ: ભાજપની વિજય સંકલ્પ રેલી અટકાવાઇ, પાર્ટી કાર્યકર્તા અને પોલીસમાં ઘર્ષણ

અભિનંદન વર્ધમાને વાયુસેનાનાં પોતાનાં વરિષ્ઠ અધિકારીઓને કહ્યું કે, તેઓ ઝડપથી કોકપિટમાં પરત ફરવા માંગે છે. અધિકારીઓએ રવિવારે આ અંગે માહિતી આપી. વાયુસેનાનાં પાયલોટ અભિનંદનનું બે દિવસથી અહીં એક સૈન્ય હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. 


કોંગ્રેસના ગઢમાં વડાપ્રધાન બોલ્યા, માત્ર ભારત માતા કી જયથી કામ નહી ચાલે

અધિકારીઓએ જણાવ્યું કે, વર્ધમાને વાયુસેનાનાં વરિષ્ઠ કમાન્ડરો અને સારવાર કરી રહેલા ડોક્ટર્સે કહ્યું કે, તેઓ યથાશીઘ્ર વિમાન ઉડાવવાનું ચાલુ કરવા માંગે છે. બુધવારે તેઓ પાકિસ્તાની વાયુસેના સાથેના હવાઇ સંઘર્ષ દરમિયાન એફ-16 ફાઇટર જેટને તોડી પાડનારા વાયુસેનાનાં પહેલા પાયલોટ બની ગયા હતા. આ ભીષણ ઘર્ષણ દરમિયાન તેમનાં મિગ-21ને પણ તોડી પાડવામાં આવ્યું હતું અને તેમને પાકિસ્તાની સેનાએ ધરપકડ કરી લીધી હતી. 


અરૂણ જેટલીએ મનમોહન સિંહ પર સાધ્યું નિશાન, તેમનું નિવેદન વિવાદાસ્પદ

તેઓ શુક્રવારે રાત્રે પરત ફરી રહ્યા હતા અને તેમનાં નાયક અનુસાર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, સેનાનાં રિસર્ચ અને રેફરલ હોસ્પિટલનાં ડોક્ટર્સનું એક જુથ તેમનાં સ્વાસ્થયની સ્થિતી પર નજર રાખી રહ્યા છે. એક સૈન્ય અધિકારીએ કહ્યું કે, આ પ્રયાસો કરી રહ્યા છે કે તેઓ ઝડપથી કોકપિટમાં પરત ફર્યા. અધિકારીઓએ કહ્યું કે, પાકિસ્તાનમાં ઉત્પીડનથી પસાર થવા છતા તેમનો આત્મવિશ્વાસખુબ જ ઉંચો છે. તેઓ શુક્રવારે રાત્રે આશરે પોણા બાર વાગ્યે વાયુસેનાની ઉડ્યનથી રાજધાની પરત ફરી રહ્યા હતા. તેમાં આશરે અઢી કલાક પહેલા તેઓ અટારી વાઘા સીમાથી ભારત પહોંચ્યા હતા. 


અભિનંદનને તન્વી સાથે થયો હતો પ્રેમ,બાળપણની ગર્લફ્રેંડ સાથે કર્યા લગ્ન

પકડાયા બાદ વર્ધમાને બિલ્કુલ પ્રતિકુળ પરિસ્થિતીઓને પહોંચી વળવામાં સાહસ અને શાલીનતાનો પરિયત હતો જેની નેતાઓ, રણનીતિક નિષ્ણાંતો અને પૂર્વ સૈનિકોએ પ્રશંસા કરી હતી. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ અને વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ બી.એસ ધનોઆએ શનિવારે વર્ધમાન સાથે અલગ અલગ મુલાકાત કરી હતી. તે દરમિયાન વર્ધમાને પાકિસ્તાનમાં કસ્ટડી દરમિયાન માનસિક ઉત્પીડન અંગે જણાવ્યું. સંરક્ષણ મંત્રીએ તેમનાં સાહસની પ્રશંસા કરી અને કહ્યું કે, રાષ્ટ્ર તેમનાં નિસ્વાર્થ પ્રત્યે આભારી છે.