પુલવામા હુમલાના 24 કલાકમાં જ PM મોદીએ લઈ લીધો હતો મોટી જવાબી કાર્યવાહીનો નિર્ણય
પુલવામા હુમલા બાદ ભારતે મોટી કાર્યવાહીને અંજામ આપતા પીઓકેમાં ઘૂસીને જૈશ એ મોહમ્મદના લગભગ 10 જેટલા ઠેકાણોને તબાહ કરી નાખ્યાં. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બહાદ ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા પણ પત્રકાર પરિષદ કરીને આ હુમલા અંગે માહિતી આપવામાં આવી છે કે જૈશના ટોચના કમાન્ડર, ટ્રેનર સહિત અનેક આતંકીઓ માર્યા ગયા છે. સૂત્રોએ જણાવ્યાં મુજબ પીએમ નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકી હુમલાના 24 કલાકની અંદર જ મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લઈ લીધો હતો. પીએમ મોદીએ આતંકી સંગઠનને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો. મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેનાએ સોમવારે પીઓકેમાં ઘૂસીને 12 આતંકી ઠેકાણાઓને તબાહ કરી નાખ્યાં. પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકી કેમ્પોને નિશાન બનાવીને બોમ્બવર્ષા કરી.
નવી દિલ્હી: પુલવામા હુમલા બાદ ભારતે મોટી કાર્યવાહીને અંજામ આપતા પીઓકેમાં ઘૂસીને જૈશ એ મોહમ્મદના લગભગ 10 જેટલા ઠેકાણોને તબાહ કરી નાખ્યાં. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બહાદ ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા પણ પત્રકાર પરિષદ કરીને આ હુમલા અંગે માહિતી આપવામાં આવી છે કે જૈશના ટોચના કમાન્ડર, ટ્રેનર સહિત અનેક આતંકીઓ માર્યા ગયા છે. સૂત્રોએ જણાવ્યાં મુજબ પીએમ નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકી હુમલાના 24 કલાકની અંદર જ મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લઈ લીધો હતો. પીએમ મોદીએ આતંકી સંગઠનને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો. મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેનાએ સોમવારે પીઓકેમાં ઘૂસીને 12 આતંકી ઠેકાણાઓને તબાહ કરી નાખ્યાં. પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકી કેમ્પોને નિશાન બનાવીને બોમ્બવર્ષા કરી.
સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય એર ફોર્સના 12 મિરાજ-2000 વિમાનોએ જૈશના આતંકવાદી અડ્ડાઓ પર 1000 કિલોથી વધારે બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. ભારતીય વાયુસેનાએ આજે સવારે 03:30 વાગે આ બોમ્બ વરસાદ કર્યો હતો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓને નષ્ટ કરી દીધા છે. પુલવામા હુમલા બાદ થયેલી કાર્યવાહી પાકિસ્તાને પણ સ્વિકારી છે.
પાકિસ્તાની સેનાએ સ્વિકાર્યું છે કે, ભારતીય વાયુસેનાએ પીઓકેમાં દાખલ થઇ કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફુરે દાવો કર્યો છે કે, ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઇન ઓફ કન્ટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે. પાક સેનાના પ્રવક્તાએ ટ્વિટ કર્યું છે કે, ભારતીય વાયુસેનાએ એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે. અમે તાત્કાલીક તેમને જવાબ આવ્યો, ત્યારબાદ ભારતીય વાયુસેનાના વિમાન પરત તેમની સીમામાં ફર્યા હતા.
પુલવામા હુમલા બાદ ગૃહ મંત્રી રાજનાથ સિંહે પોતાની બિહારની રેલી પણ કેન્સલ કરી નાખી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. ગૃહ સચિવ રાજીવ ગાબા ભૂટાનનો પ્રવાસ અધ વચ્ચે છોડીને દેશ પાછા ફર્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે રાજનાથ સિંહ સાથે વાત કરી હતી. હુમલા બાદ પીએમ મોદી સતત અજીત ડોભાલના સંપર્કમાં હતાં.
પીએમ નરેન્દ્ર મોદીએ આ હુમલા બાદ કહ્યું હતું કે જવાનોનું બલિદાન બેકાર નહીં જાય. હુમલાના બીજા દિવસે એટલે કે 15મી ફેબ્રુઆરીએ પીએમ મોદીએ કહ્યું હતું કે પુલવામા હુમલાના અપરાધીઓને તેમના આ કૃત્યની જરૂર સજા મળશે. હુમલો કરીને તેમણે મોટી ભૂલ કરી નાખે છે. અમારો પાડોશી દેશ ભૂલે છે કે આ નવી રીતિ અને નવી નીતિવાળું ભારત છે. આતંકી સંગઠનો અને તેમના આકાઓએ જે હેવાનિયત દેખાડી છે તેનો પૂરેપૂરો હિસાબ કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે સુરક્ષા દળોને આ માટે ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે. સમય, સ્થાન અને સ્વરૂપ તેઓ નક્કી કરશે. તેમણે કહ્યું હતું કે ધરતી સાક્ષી છે કે મા ભારતીની રક્ષા અમારા માટે સર્વોપરિ છે.