નવી દિલ્હી: દેશમાં લાગે છે કે કોરોના (Corona Virus) ની રસી આવતા પહેલા વાયરસ હાંફી ગયો હશે. કારણ કે નવા કેસમાં અને મૃત્યુમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 45,149 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 79,09,960 થયો છે. જેમાંથી 6,53,717 હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 71,37,229 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં એક જ દિવસમાં 480 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,19,014 પર પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત કેસમાં CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન, BJPને ફેંક્યો મસમોટો પડકાર


અત્યાર સુધીમાં 10,34,62,778 કોરોના ટેસ્ટ હાથ ધરાયા
દેશમાં ધીરે ધીરે મૃત્યુનો આંકડો ઘટી રહ્યો છે અને રિકવરી રેટ વધી રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં કુલ 10,34,62,778 કોરોના ટેસ્ટ થયા છે. ગઈ કાલે 9,39,309 કોરોના ટેસ્ટ કરાયા હતા. 


મહેબૂબાના નિવેદન પર બબાલ, BJP કાર્યકરોએ જમ્મુમાં PDP ઓફિસ બહાર ફરકાવ્યો ત્રિરંગો


સતત વધી રહ્યો છે રિકવરી રેટ અને ઘટી રહ્યો છે મૃત્યુદર
દેશમાં હાલ રિકવરી રેટ 90 ટકા છે જ્યારે મૃત્યુ દર 1.51 ટકા છે. ભારતમાં સાત ઓગસ્ટના રોજ સંક્રમિતોની સંખ્યા 20 લાખ ઉપર ગઈ હતી. 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને પાંચ સપ્ટેમ્બરના રોજ 40 લાખ પાર ગઈ હતી. કુલ કેસ 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ ઉપર ગયા હતા. 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ અને 11 ઓક્ટોબરના રોજ 70 લાખ પાર ગયા હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube