નવી દિલ્હી: કોરોના (Corona Virus) પર આજે એક સારા સમાચાર મળ્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 7 લાખથી નીચે ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 54,366 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 69,48,497 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. જ્યારે 6,95,509 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં કોરોનાથી 690 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,17,306 પર પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલ 10,01,13,085 ટેસ્ટિંગ થયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં કુલ 10,01,13,085 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. જેમાંથી 14,42,722 ટેસ્ટિંગ ગઈ કાલે હાથ ધરાયા હતાં.


'શિયાળામાં સ્વાઇન ફ્લૂની જેમ ઝડપથી ફેલાય શકે છે કોરોના'. એમ્સના ડાયરેક્ટરે કર્યા એલર્ટ


ભારતીય દવા નિયામક ડીસીજીઆઈની વિશેષ સમિતિની હાલમાં થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો. સમિતિએ પ્રોટોકોલમાં થોડું ઘણું સંશોધન કર્યું છે. ભારત બાયોટેક કંપની જલદી રસીના છેલ્લા તબક્કાનું પરીક્ષણ કરશે. કદાચ આવતા મહિને આ ટ્રાયલ શરૂ થશે. જેમાં 25 હજારથી વધુ વોલેન્ટિયર્સ સામેલ થશ. રસીનો પહેલો ડોઝ આપ્યાના 28 દિવસ બાદ લોકોને  બીજો ડોઝ અપાશે. અત્રે જણાવવાનું કે આ દેશી રસીના શરૂઆતના તબક્કાના ટ્રાયલ પરિણામો સારા આવ્યા છે.   


નવરાત્રિ 2020: આજે સાતમા નોરતે માતા કાળરાત્રિની આરાધના, અભય વરદાન માટે આ રીતે કરો પૂજા


ભારત બાયોટેકની યોજના મુજબ Covaxin ની છેલ્લી ટ્રાયલ દિલ્હી ઉપરાંત બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર અને આસામમાં થઈ શકે છે. આખી તબક્કાની ટ્રાયલના પરિણામ ફેબ્રુઆરી સુધીમાં આવવાની આશા છે. ત્યારબાદ કંપની વેક્સિનની મંજૂરી અને માર્કેટિંગનીં મંજૂરી માટે અરજી  કરશે. 


ભારત બાયોટેકે પોતાની રસીમાં Alhydroxiquim-II નામના તત્વનો સમાવેશ કર્યો છે. જે એક પ્રકારનું બુસ્ટર છે. તે રસીના ઈમ્યુન રિસ્પોન્સને વધારે છે. હકીકતમાં તે એક પ્રકારનું બુસ્ટર એજન્ટ હોય છે જેને ભેળવવાથી રસીની ક્ષમતા વધી જાય છે અને રસી લીધા બાદ શરીરમાં પહેલાની અપેક્ષાએ વધુ એન્ટીબોડીઝ બને છે. આવી રસી લાંબા સમય સુધી બીમારી સામે સુરક્ષા આપે છે. 


દેશમાં ત્રણ રસી સફળતાની નજીક છે. ભારત બાયોટેકની Covaxin ઉપરાંત અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાની વેક્સિન ઝાયકોવ-ડીએ પણ પ્રાથમિક તબક્કાની ટ્રાયલ દરમિયાન સારા પરિણામો આપ્યા છે. આ બાજુ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનને ભારતીય કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોવિશીલ્ડ નામથી બનાવી રહી છે. આ ત્રણ રસી ઉપરાંત અન્ય ઉપર પણ રિસર્ચ ચાલુ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube