નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ની ગતિ ડરાવી રહી છે. મેના અંતમાં 10 દિવસમાં જે રીતે નવા કેસ વધ્યા છે, તેણે ચિંતા ખુબ વધારી દીધી છે. કોવિડ-19ની સ્થિતિ કેટલી ખરાબ છે, તેનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે છેલ્લા ત્રણ દિવસમાં 25 હજારથી વધુ મામલા સામે આવ્યા છે. શનિવારે ભારતમાં પ્રથમવાર એક દિવસમાં 8,000થી વધુ નવા મામલા સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસમાંથી 7 દિવસ તો નવા મામલાએ રેકોર્ડ તોડ્યા છે. ભારતમાં 5 હજારથી વધુ કોરોના દર્દીઓના મૃત્યુ થઈ ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર રાજ્યોમાં ડેલી કેસનો રેકોર્ડ
દેશભરમાં શનિવારે 200 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. આ પહેલાં શુક્રવારે 270 દર્દીઓના મૃત્યુ થયા હતા જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. ભારતમાં શનિવારે રાત સુધી 1,76,823 મામલા હતા. શનિવારે દેશભરમાં કુલ 8026 નવા કેસ સામે આવ્યા છે. તેમાં 2940 મહારાષ્ટ્રથી છે. અહીં એક દિવસમાં મામલાની સંખ્યામાં બીજો મોટો ઉછાળો છે. શનિવારે ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં ડેલી કેસનો રેકોર્ડ તૂટ્યો છે. દિલ્હીથી રેકોર્ડ 1163 કેસ આવ્યા જ્યારે તમિલનાડુથી 938, ઓડિશાથી 120 અને ઝારખંડથી 71. આ બધા રાજ્યોમાં એક દિવસની અંદર મામલાની રેકોર્ડ સંખ્યા છે. 


મહારાષ્ટ્ર, ગુજરાતની સ્થિતિ ખરાબ
મુંબઈ દેશનું સૌથી ખતરનાક હોટસ્પોટ બનેલું છે. અહીં શનિવારે 54 લોકોના મૃત્યુ થયા જે એક દિવસનો રેકોર્ડ છે. આ મહાનગરમાં કોરોનાથી અત્યાર સુધી 1227 લોકોએ જીવ ગુમાવ્યા છે. શનિવારે રાત સુધી મહારાષ્ટ્રમાં 65,168 મામલા થઈ ચુક્યા છે. રાજ્યમાં 34 હજારથી વધુ એક્ટિવ કેસ છે. તો ગુજરાતમાં શનિવારે 412 નવા કેસ નોંધાયા છે. જ્યાં કોરોનાથી મૃત્યુઆંક 1 હજારને પાર કરી ગયો છે. ગુજરાતનો ફેટલિટી રેટ  (6.2%) ખુબ ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં દર કલાકે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તો 16 હજાર કેસનો આંકડો પાર કરનાર દેશનું ચોથુ રાજ્ય છે. 


વિશ્વમાં કોરોનાઃ બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં 30 હજાર કેસ, વિશ્વમાં અત્યાર સુધી 61.54 લાખ સંક્રમિત, મૃત્યુઆંક 3.70 લાખ


આ રાજ્યોમાં પણ વધી રહ્યો છે કોરોના
શનિવારે પશ્ચિમ બંગાળથી 317 અને ઉત્તર પ્રદેશથી 262 નવા કેસ સામે આવ્યા છે. મધ્યપ્રદેશમાં 246, બિહારમાં 208, હરિયાણામાં 202, કર્ણાટકમાં 141 અને આસામમાં શનિવારે 128 નવા સંક્રમિતો નોંધાયા છે. અમ્ફાન સાઇક્લોનથી પ્રભાવિત બંગાળમાં કોરોનાના કેસ પણ વધી રહ્યાં છે. જમ્મુ-કાશ્મીરમાં ફરીથી કોરોના વધી રહ્યો છે. શનિવારે 177 નવા કેસ સામે આવ્યા જેમાં 10 ગર્ભવતી મહિલાઓ પણ છે. 


રિકવરીના આંકડાથી જાગી આશા
દેશમાં કોરોનાના મામલા વધવા ખુબ ચિંતાજનક છે. પરંતુ ભારતની એક સિલ્વર લાઇનિંગ તે છે કે તેનો રિકવરી રેટ ખુબ સારો છે. 1.76 લાખ કેસમાં 86,660 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. શનિવારે 4300થી વધુ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર