તમારે તમારા પૈસાની અચાનક જરૂર પડી છે અને તમે તમારા બચત ખાતા PF RD અને નેશનલ પેન્શન સિસ્ટમ સ્કીમમાંથી પૈસા ઉપાડવા માટે નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. આ નિયમ 1 એપ્રિલથી લાગુ થશે. આ નિયમ હેઠળ કેટલાક દસ્તાવેજો આપવા ફરજિયાત રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે જો ખાતેદારો આ દસ્તોવેજો અપલોડ નહીં કરે તો તેઓ NPSમાંથી પૈસા ઉપાડી શકે નહીં....
22 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા પરિપત્ર કહેવામાં આવ્યું છેકે ખાતેદારોને કેવાયસી દસ્તાવેજો આપવા ફરજિયાત રહેશે. PFRDAના નોડલ અધિકારીઓ અને સબસ્ક્રાઇબર્સને આ દસ્તાવેજો ફરજિયાત અપલોડ કરવાની ખાતરી કરવા જણાવ્યું છે. જો આ દસ્તાવેજોમાં કોઈપણ પ્રકારની ભૂલ જોવા મળે છે, તો એનપીએસના પૈસા રોકી શકાય છે.


તો ક્યા દસ્તાવોજેની જરૂરી છે
પેસા ઉપાડ કરતા પહેલા, તમારે ખાતરી કરવી આવશ્યક છે કે તમે NPS ઉપાડ ફોર્મ અપલોડ કર્યું છે કે નહીં. ઉપાડના ફોર્મમાં માહિતી ઓળખ કાર્ડ અને સરનામાના પુરાવા અનુસાર ભરવાની રહેશે. બેંક ખાતાના પુરાવા, પાન અથવા કાયમી નિવૃત્તિ ખાતા નંબર કાર્ડની નકલ પણ હોવી જોઈએ. જો આમાંથી કોઈ પણ દસ્તાવેજ અપલોડ ન થાય તો NPSમાંથી પૈસા ઉપાડી શકાશે નહીં.


દસ્તાવેજો આ રીતે અપલોડ કરી શકો છો
- CRA સિસ્ટમ પર દસ્તાવેજો અપલોડ કરવા માટે લોગિન કરો.
- ઈ-સાઈન ઓટિપી વેરીફાઈના આધારે લોગિન માટે વિનંતી મોકલી શકે છે
- સરનામું, બેંક વિગતો નોમિની વિગતો જેવી માહિતી ઓટો અપલોડ કરશે
- ત્યાર બાદ સબસ્ક્રાઇબરે વાર્ષિકી રકમ અને વિગતો પસંદ કરવાની રહેશે.
- ત્યાર બાદ તમારું બેંક એકાઉન્ટ વેરીફાઈ કરવાનું રહેશે
- સાથે ઓળખ અને સરનામાના પુરાવા, પાન કાર્ડ અને બેંકના પુરાવા તરીકે KYC દસ્તાવેજો અપલોડ કરવા માટે પણ વિનંતી કરો.
- દસ્તાવેજ અને ફોટોગ્રાફ સ્કેન કરેલા હોવા જોઈએ
- સબ્સ્ક્રાઇબર આધારની મદદથી OTP પ્રમાણીકરણ અને ઈ-સાઇનનો ઉપયોગ કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
- MPSમાંથી પૈસા ઉપાડવાનો શું છે નિયમ?
- હાલમાં, NPS સબ્સ્ક્રાઇબર્સ કુલ કોર્પસના 60 ટકા સુધી રકમમાં ઉપાડી શકે છે. જ્યારે કોર્પસના 40 ટકાનો ઉપયોગ કરી શકાય છે. ધારો કે જો તમારી કુલ NPS કોર્પસ રૂ. 5 લાખ છે, તો પરિપક્વતા પૂર્ણ થયા પછી, ગ્રાહક આ રકમમાંથી 60% ઉપાડી શકશે. બીજી તરફ, જો તમે - પાકતી મુદત પહેલા ઉપાડ કરો છો, તો તમારે કોર્પસના 80 ટકામાંથી વાર્ષિકી ખરીદવાની જરૂર પડશે.