અગરતલા: ત્રિપુરાના ખોવઇ જિલ્લામાં એક મહિલાએ 50 વર્ષીય પોતાના પતિનું માથું કાપીને લોહીથી લથપથ માથાને પ્લાસ્ટિકની થેલીમાં પરિવારના મંદિરમાં મુકી દીધું. ઘટના બાદ પોલીસ આગળની તપાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હત્યાનું કારણ અકબંધ
ખોવઇના પોલીસ અધિક્ષક ભાનુપદ ચક્રવર્તીએ કહ્યું કે હત્યા પાછળનું કારણ હજુ સુધી ખબર પડી નથી. દંપતિના મોટા પુત્રએ કહ્યું તેની માતા તાજેતરમાં જ એક મનોવૈજ્ઞાનિક બિમારીથી પીડાઇ રહી છે. તેની એક સ્થાનિક તાંત્રિક દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. 


મહિલાની ધરપકડ
જિલ્લાના ઇન્દીરા કોલોની ગામ સ્થિત આવાસથી 42 વર્ષીય મહિલાની ધરપકડ કરી લીધી છે. ત્યાં તે પોતાના પતિ રવિન્દ્ર તાંતી અને 2 કિશોર પુત્રો સાથે રહેતી હતી. રવિન્દ્ર એક છૂટક મજૂર હતો. 


રાત્રે પહેલાં ખાધું હતું ચિકન
મહિલાના મોટા પુત્રએ કહ્યું કે મારી માતા હંમેશાથી શાકાહરી રહી છે, પરંતુ ગઇકાલે રાત્રે તેણે ચિકન ખાધું હતું. અમે બધા સુઇ ગયા હતા. અચાનક હું ઉઠ્યો અને જોયું તો મારા પિતાનું માથું કાપી નાખ્યું હતું. મારી માતાને લોહીથી લથપથ હથિયાર સાથે ઉભેલી જોઇ ચોંકી ગઇ. જ્યારે અમે હોબાળો મચાવ્યો તો તે રૂમમાંથી બહાર નિકળી અને મારા પિતાના માથાને મંદિરમાં મુકી આવી. 


લાશને કબજે લીધી
એસપીએ જણાવ્યું કે ત્યારબાદ તેણે પોતાને એક રૂમમાં કેદ કરી દીધી. જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી લીધી. અમે લાશ કબજે કરી લીધી છે અને મહિલાની ધરપકડ કરી લીધી છે. ઘટના બાદ તપાસ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળની મુલાકાત કરી છે અને પુરાવા એકઠા કરી રહી છે. આરોપીની માનસિક બિમારી વિશે ચક્રવતીએ કહ્યું કે ડોક્ટરના રિપોર્ટ વિના તેના પર ટિપ્પણી કરી શકતી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube