પુણેઃ આ દિવસોમાં લોકોમાં હેલ્ધી અને ફિટ કરેવાની એક એવી પ્રતિસ્પર્ધા છે જે કંઇપણ કરવા તૈયાર છે. ઘણીવાર લોકો ફિટ રહેવા માટે ડાયટિશિયનની સલાહ લે છે, તો ઘણીવાર ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરે છે. મહારાષ્ટ્રમાં પોતાને હેલ્ધી રાખવા માટે દૂધીનું જ્યૂસ પીવાથી એક મહિલાનું મોત થઈ ગયું છે. પુણેમાં દૂધીનું જ્યૂસ પીવાથી 41 વર્ષિય મહિલાનું મોત થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુણેના બાનેર વિસ્તારમાં રહેલી ગૌરી શાહ મોર્નિંગ વોક બાદ દૂધીનું જ્યૂસ પીધું. જ્યૂસ પીધા બાદ તેના પેટમાં દુખાવો થયો  અને પછી ઉલ્ટી થવા લાગી. સ્થિતિ વધુ બગડતા તેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી. 12 જૂને હોસ્પિટલમાં દાખલ થયા બાદ ડોક્ટરોએ તેની સારવાર કરી, પરંતુ સ્થિતિ બગડવા લાગી અને 16 જૂને ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. 


ઝેરીલુ જ્યૂસ પીવાથી થયું મોત- ડોક્ટર
મહિલાની સારવાર કરતા ડોક્ટરનું કહેવું છે કે મહિલાનું મોત કડવી દૂધીના જ્યૂસ પીવાથી થયું છે. ડોક્ટરોનું કહેવું છે કે, કડવી દૂધીનું જ્યૂસ કડવું હોઈ, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેમણે કહ્યું કે, 12 જૂને જ્યારે મહિલાએ દૂધીનું જ્યૂસ પીધું તો તેમાં ગાજરનું જ્યૂસ મિક્સ હતું, તેથી તેને સ્વાદનો ખ્યાલ ન આવ્યો. કડવી દૂધીના જ્યૂસને કારણે તેને પેટમાં દુખ્યું અને ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયું જેથી તેનું મોત થયું છે. 


લોકો આ માટે પીવે છે દૂધીનું જ્યૂસ
મહત્વનું છે કે, આયુર્વેદમાં દૂધીના જ્યૂસને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવ્યું છે. વધુ પડતા લોકોનો ઉપયોગ શાક બનાવવા માટે કરે છે. પરંતુ તેના જ્યૂસનો ઉપયોગ અલગ-અલગ રીતે કરવામાં આવે તો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે. તેમાં રહેલા વિટામિન અને મિનરલ્સ સ્કિનથી લઈને શરીરમાં અસર કરે છે અને તેને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.