નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના મોટા પોશ કનોટ પ્લેસમાં ભયાનક ઘટના સામે આવી છે. અહીંયા મહિલાએ તેની એસયૂવી કારથી મહિલાને કચડ્યા બાદ રોડ પર ઢસડીને ત્યાંથી લઇ ગઇ હતી. પોલીસે જેમ-તેમ કરી ગાડીને રોકી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર કનોટ પ્લેસમાં આઉટર સર્કલ પાસે સોમવાર રાત્રે 9 વાગ્યે એક છાત્રા રોંગ સાઇડમાં તેની એસયૂવી કરા લઇને પહોંચી હતી. ત્યાં તેણે એક મહિલાને કચડીનાખી હતી. મહિલને કચડી તે છાત્રા ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરવામાં ગાડીની સ્પીડ વધારી દીધી હતી. જેના કારણે તે મહિલા કાર નીચે 100 મીટર સુધી ઢસડાઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જોઇ ત્યાં હાજર પોલીસે બેરીકેડ લગાવી કારને રોકી અને મહિલાને કારના ટાયર નીચેથી બહાર કાઢી હતી. જોકે ત્યાં સુધીમાં તે મહિલાનું મોત થઇ ગયુ હતુ. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી છોકરી વિદ્યાર્થીની છે અને તે ફેશન ડિઝાઇનિંગનું ભણી રહી છે. વિદ્યાર્થીની શ્રેયા ઉત્તર પ્રદેશના બરેલીના એક મોટા વેપારીની દીકરી છે. આરોપી વિદ્યાર્થીની શ્રેયાની ઉંમર 20 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે. અને કાર નીચે આવી જનાર 50 વર્ષીય મહિલા કનોટ પ્લેસ વિસ્તારમાં ભીખ માંગી પોતાનું ગુજરાતન ચલાતી હતી.


પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના સમયે આરોપી વિદ્યાર્થીની સાથે વધુ બે છોકરીઓ હતી. પોલીસે બેદરકારી ભરી કાર ચલાવવા અને બિન ઇરાદાપૂર્વક હત્યાનો ગુનો નોંધી આરોપી છોકરીની ધરપકડ કરી હતી. જોકે થોડા જ કલાકોમાં તેને જામીન પર તેન છોડી દેવામાં આવી હતી.


ડ્રાઇવર પાસેથી કાર લઇ જાતે કરવા લાગી હતી ડ્રાઇવિંગ
પોલીસ પૂછપરછમાં આરોપી શ્રેયાએ કહ્યું હતું કે, સોમવાર સાંજે તેની સાથે ડ્રાઇવર પણ હતો. પરંતુ તેણે જીદ કરી ડ્રાઇવરને હટાવી જાતે ડ્રાઇવિંગ કરી રહી હતી. ત્યારે આ ઘટના બની હતી. કનોટ પ્લેસ પોલીસ સ્ટેસનમાં હાજર પોલીસકર્મી રવિવાર સાંજે 5 વાગ્યાથી રાતના 10:30 સુધી ભગત સિંહ માર્ગ પર બેરીકેડ લગાવી આઉટર સર્કલ તરફ આવતા વાહનોની ચકાસણી કરી રહ્યો હતો. વાહનોની ચકાસણી દરમિયાન રાત્રે 9:15 વાગ્યે બન્ને પોલીસકર્મીઓએ શિવાજી સ્ટેડીયમ તરફથી કાળ રંગની યૂપીના નંબરની એક એસયૂવીને રોંગ સાઇડમાં આવતી જોઇ હતી. લોકો કાર રોકોની બુમો પડાતા તેની પાછળ દોડી રહ્યાં હતા.


કાર શ્રેયા ચલાવી રહી હતી. તેમાં અન્ય બે છોકરીઓ બેબી રાની અને મેઘા પણ બેઠેલી હતી. પોલીસે એસયૂવી કારને બેરીકેડ લગાવી રોકી ત્યારે લોકોએ જણાવ્યું કે કારના ટાયર નીચે એક મહિલા ફસાઇ છે. એસયૂવી કારમાં સવાર છોકરી મહિલાને ટક્કર મારી કાર લઇને ભાગી રહી હતી.


પોલીસે લોકોની મદદથી એસયૂવી કારને એક તરફથી ઉંચી કરી અને ટાયરમાં ખરાબ રીતે ફાસાયેલી મહિલાને બહાર કાઢી રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.