મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક મહિલાએ બે અન્ય લોકો સાથે મળીને એક યુવકનું ગુપ્તાંગ કાપી નાખ્યું છે. બુધવારે મોડી સાંજે ડોંબિવલી વિસ્તારના માનપાડા પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે. મહિલાએ જણાવ્યું કે, એક 27 વર્ષનો યુવક છેલ્લા ઘણા સમયથી તેની પાછળ પડ્યો હતો અને દરરોજ તેનો પીછો કરતો રહેતો હતો, જેના કારણે તે કંટાળી ગઈ હતી. આથી ગુસ્સામાં તેણે યુવકનું ગુપ્તાંગ કાપી નાખ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલિસ અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, પીડિત યુવક અને 42 વર્ષની મહિલા એક જ મહોલ્લામાં રહેતા હતા. જોકે, પોલિસે બંનેમાંથી એક પણ વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી. પોલિસે જણાવ્યું કે, આ યુવક છેલ્લા ઘણા સમયથી મહિલા જ્યારે પણ ઘરની બહાર નિકળે ત્યારે તેનો પીછો કરતો હતો. જેના કારણે મહિલાને બહાર નિકળવું મુશ્કેલ થઈ ગયું હતું. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....


યુવકના કારણે ઘરમાં થયો હતો ઝઘડો
પોલિસે વધુમાં જણાવ્યું કે, થોડા દિવસ અગાઉ આ યુવકે મહિલાના પતિને જણાવ્યું હતું કે, તેની પત્ની તેને બહુ ગમે છે. આ બાબતે પતિએ ઘરમાં આવીને પત્ની સાથે ઝઘડો કર્યો હતો. આથી મહિલાએ એ યુવકને બોધપાઠ આપવાનું નક્કી કર્યું હતું. 


અત્યારે પોલિસે મહિલા અને તેને આ કામમાં મદદ કરનારા બે અન્ય વ્યક્તિની ધરપકડ કરીને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા છે. સ્થાનિક કોર્ટે ત્રણેયને પોલિસ કસ્ટડીમાં મોકલીને પુછપરછ કરવાનો આદેશ આપ્યો છે. 


દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...