નવી દિલ્હી: દિલ્હીમાં અસામાજીક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તેનું ઉદાહરણ દ્વારકા વિસ્તારમાં જોવા મળ્યું. ઉત્તર દ્વારકામાં અસામાજીક તત્વોએ એક મહિલા પર જીવલેણ હુમલો કર્યો છે. અસામાજીત તત્વોએ તે દરમિયાન મહિલા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી મહિલાના હાથમાં વાગી તો બીજી ગોળી તેના ગળાના ભાગે વાગી હતી. મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવી છે. ત્યારે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- રાજસ્થાનમાં સીએમ પદ માટે કોઇ નામ ન હતું, હું યોગ્ય દાવેદાર હતો: અશોક ગહેલોત


જણાવવામાં આવી રહ્યું છે. ઘાયલ મહિલાનું નામ કિરણ બાલા છે. તે દ્વારકા સેક્ટર 12માં નિવાસ કરે છે. જે સમયે હુમલો થયો, તે તેની કારમાં હતી. કારમાં તેનું પર્સ અને મોબાઇલ છે. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે અસામાજીક તત્વોએ લૂંટની ઘટનાને અંજામ આપવા આવ્યા નહોતા. મામલો કંઇક અલગ હતો. મહિલા પર જીવલેણ હુમલો કર્યા બાદ શખ્સો ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયા છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...