રાજસ્થાનમાં સીએમ પદ માટે કોઇ નામ ન હતું, હું યોગ્ય દાવેદાર હતો: અશોક ગહેલોત

રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે પોતાને રાજ્યના સીએમ પદ માટે યોગ્ય દેવાદાર ગણાવતા કહ્યું કે, વિધાનસભા ચૂંટણી પહેલાથી જ દરેક ગામના રસ્તા અને રાજ્યના દરેક ભાગમાંથી તેમને મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠી રહી હતી.

રાજસ્થાનમાં સીએમ પદ માટે કોઇ નામ ન હતું, હું યોગ્ય દાવેદાર હતો: અશોક ગહેલોત

જયપુર: રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે પોતાને રાજ્યના સીએમ પદ માટે યોગ્ય દેવાદાર ગણાવતા કહ્યું કે, વિધાનસભા ચૂંટણી પહેલાથી જ દરેક ગામના રસ્તા અને રાજ્યના દરેક ભાગમાંથી તેમને મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠી રહી હતી. તેમણે કહ્યું કે, રાજ્યના સીએમ પદ માટે કોઇ પણ યોગ્ય દાવેદાર હાજર ન હતો. હું (સીએમ પદ) યોગ્ય દાવેદાર હતો.

મુખ્યમંત્રી અશોક ગહેલોતે બુધવારે જયપુરમાં રાજસ્થાનનું પહેલું બજેટ રજૂ કર્યા બાદ વિધાનસભામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ગહેલોતે કહ્યું હતું કે, તેમની સરકારનું બજેટ ગામ, ગરીબ, ખેડૂત, યુવાઓ અને મહિલાઓને સમર્પિત છે.

ગહેલોતે કહ્યું કે, તેઓ ગુડ ગવર્નન્સ માટે કામ કરી રહ્યાં છે. આ સાથે જ ગહેલોતે કહ્યું કે, જનતા ચૂંટણીથી પહેલા જ તેમને મુખ્યમંત્રી બનાવવાની માગ કરી રહ્યાં હતા અને એટલા માટે રાહુલ ગાંધીએ તેમને રાજ્યના સીએમ પદની તક આપી છે.

ગહેલોતે કહ્યું કે, જનતાની ભાવનાઓને સમજીને જ નાણામંત્રીના રૂપમાં તેમણે જનહિતમાં બજેટ આપ્યું છે. તમને જણાવી દઇએ કે રાજ્યની નવી સરકારનું પહેલુ બજેટ વિધાનસભામાં રજૂ થયું છે. ગહેલોતે કહ્યું કે, તેમની સરકારે જનહિતનું બજેટ આપ્યું, કેમકે જનતા તેનાથી અપેક્ષાઓ લગાવી બેઠી છે.

ગહેલોતે કહ્યું કે, વિધાનસભા ચૂંટણી પહેલાથી જ દરેક ગામના રસ્તા અને રાજ્યના દરેક ભાગમાંથી તેમને મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠી રહી હતી. તેમણે કહ્યું કે, જનતાની આ માગને લઇને તેમને મુખ્યમંત્રીના શપથ લીધા.

ગહેલોતે કહ્યું કે, જનતા તરફથી આ પ્રકારનો અવાજ તેમણે પહેલી વખત કોઇના માટે જોયો હતો. તેમણે કહ્યું કે, અન્ય કોઇ ગંભીર નામ સીએમ પદ માટે નહતું, એટલા માટે જનતાની ભાવનાઓને સમજીને રાહુલ ગાંધીએ મને આ મોટી જવાબદારી સોંપી.

ગહેલોતે મુખ્યમંત્રી પદ માટે જનતાની ભાવનાઓ વ્યક્ત કરી, તો સાથે જ રાજ્યની અમલદારશાહી વિશે પણ તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, રાજસ્થાનની અમલદારશાહી દેશના બીજા રાજ્યોની સરખામણીએ ઘણુ સારૂ કામ કરે છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે એવા કેટલાક અધિકારીઓ છે જે યોગ્ય હેતુ સાથે કામ કરતા નથી. ગેહલોતએ કહ્યું કે જો તેમનું હાથમાં હોય તો તેઓ આવા કેરલેસ અધિકારીઓને કમ્પલસરી નિવૃત્તિ આપશે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news