દેવરિયા: કોંગ્રેસ ઓફિસમાં પાર્ટી કાર્યકરો વચ્ચે મારપીટનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસીઓ, મહિલા કાર્યકરની પીટાઈ કરી રહ્યા છે. મહિલા સાથે મારપીટની આ ઘટના ઉત્તર પ્રદેશના દેવરિયાની છે. જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ સચિવ અને પૂર્વાંચલ સહપ્રભારી સચિન નાયક સામે જ મહિલા નેતાની પીટાઈ કરાઈ. આ વીડિયો 10 ઓક્ટોબરનો હોવાનું કહેવાય છે. આ મામલાને રાષ્ટ્રીય મહિલા આયોગે પણ ગંભીરતાથી લીધો છે અને હવે યુપી કોંગ્રેસ અધ્યક્ષે પણ આ ઘટનાની તપાસ માટે સમિતિ બનાવી છે. આ સમિતિ 3 દિવસમાં રિપોર્ટ આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરળ શબ્દોમાં જાણો સ્વામિત્વ યોજના' વિશે, Property Card થી તમને શું ફાયદો થશે તે પણ સમજો


એવું કહેવાય છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને પૂર્વાંચલ સહપ્રભારી સચિન નાયક કોંગ્રેસી કાર્યકરો સાથે મીટિંગ કરી રહ્યા હતા ત્યારે તારા યાદવ નામની મહિલા કાર્યકરોની બેઠકમાં પહોંચી. તેમણે કોંગ્રેસ ઉમેદવાર મુકુંદ ભાસ્કર મણીને ટિકિટ આપવાનો વિરોધ કર્યો. તારા યાદવનું કહેવું હતું કે પાર્ટીએ ખોટા વ્યક્તિને ટિકિટ આપી છે. જે રેપિસ્ટ છે. તારા યાદવ કોઈ સ્વચ્છ ઈમેજવાળી વ્યક્તિને ટિકિટ આપવાની માગણી કરતા હતાં. આ વાતને લઈને મારપીટ શરૂ થઈ હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube