નવી દિલ્લીઃ બેંગાલુરૂમાં એક કચરો ઉપાડનાર મહિલાનો એક વીડિયો વાયરલ થયા પછી તે ખુબ ચર્ચામાં રહી છે. વાયરલ વીડિયોમાં મહિલા જોરદાર ઈંગ્લિશ બોલી રહી છે. સેસિલિયા માર્ગર્રેટ લૉરેન્સના રૂપમાં ઓળખાતી આ મહિલા સદાશિવનગરમાં કચરો ઉપાડતી જોવા મળી. જ્યારે ઈન્સ્ટાગ્રામ યુઝર શચીના હેગરે તેને વીડિયો માટે થઈને સંપર્ક કર્યો ત્યારે તે અંગ્રેજીમાં વાત કરવા લાગી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોરદાર અંગ્રેજી બોલતી મહિલા:
વીડિયોમાં કડકડાટ અંગ્રેજી બોલતી મહિલાનો દાવો છે કે તે સાત વર્ષ જાપાનમાં રહી છે. વીડિયો શેયર કરતા શચીનાએ કેપ્શનમાં લખ્યું, સ્ટોરી હંમેશા આપની આસપાસ હોય છે. આપે બસ એટલુ જ કરવાનું છે, કે થોડી વાર ઉભા રહો અને ચારેય તરફ નજર નાખો. કેટલીક સુંદર તો કેટલીક દર્દનાક, પણ હા. માત્ર કેટલાક ફૂલો વગર જીવન શું છે. જો આપમાંથી કોઈ જોવે છે તો કૃપ્યા અમારો સંપર્ક કરો. 

 



અન્ય એક વીડિયોમાં તે વાત કરતા કરતા ગીત ગાય છે, તે પણ જુઓ.
 



કચરો વીણવા માટે મજબૂર છે મહિલા:
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેયર કર્યા પછી  થોડાક સમયમાં તે ખુબ વાયરલ થયો. એટલુ જ નહીં પણ નેટિજન્સ પણ મહિલાની જીવનશૈલી જોઈને આશ્રર્ય ચકિત થઈ ગયા. કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે સેસિલિયા રવિવારના દિવસે હોલી ઘોસ્ટ ચર્ચમાં નિયમિત આવે છે. વીડિયો જોયા પછી કેટલાક લોકોએ કહ્યું જે લોકોએ આ વીડિયો પોસ્ટ કર્યો છે, તેઓએ ખુબ સારુ કામ કર્યું.