નવી દિલ્હીઃ તમે કેન્દ્ર સરકારની આ યોજનાથી 5000 રૂપિયા મેળવી શકો છો, આ યોજનાનો લાભ માત્ર ગર્ભવતી મહિલાઓ જ લઈ શકે છે. સરકારની આ યોજના વિશે જાણવા જેવું છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો પહેલાં આ યોજના સંબંધિત બધી જાણકારીઓ મેળવી લો. તેમજ આ યોજના અંતર્ગત આવતી તમામ પ્રકારની માહિતીથી અવગત થઈ જાઓ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના-
આ યોજના મોદી સરકારના નેતૃત્વમાં ચલાવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો તથા કુપોષણની અસરને ઓછી કરવાની સાથે દવાના ખર્ચની મુશ્કેલીઓને ઓછો કરવાનો છે. 


પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને 5000 રૂપિયા રોકડા મળે છે. 3 હપ્તામાં DBTના માધ્યમથી આ રકમ સીધી મહિલાના બેંક એકાઉન્ટમાં જમાં કરવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓને આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશનના સમયે 1000 રૂપિયાનો પ્રથમ હપ્તો આપવામાં આપવામાં આવે છે. છઠ્ઠા મહિનામાં તપાસ બાદ બીજો 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. બાળકના રજિસ્ટ્રેશન પછી 2000 રૂપિયા આપવામાં આવે છે. આમ 3 હપ્તામાં 5000 રૂપિયા ચૂકવવામાં આવે છે. આ લાભ પ્રથમ વખતને પ્રેગ્નેન્સિ સમયે જ મળે છે.


આ સુવિદ્યા થાય છે પ્રાપ્ત-
મોદી સરકારની PMMVY યોજનાથી ભારતીય મહિલાના સ્વાસ્થ્ય પર સારી અસર થઈ છે. આ યોજનાથી દવાઓના ખર્ચામાં સારી મદદ મળે છે. આર્થિક મદદ મળવાથી આ સમયમાં મહિલાઓ માનસિક તણાવથી દૂર રહે છે.