મુંબઈઃ સોશિયલ મીડિયા પર તમને નવા-નવા વીડિયો વાયરલ થતા જોવા મળે છે. તેમાં ઘણા રસપ્રદ તો ઘણા ચોંકાવનારા વીડિયો હોય છે. નવરાત્રિ શરૂ થયા બાદ ગરબાના વીડિયો જોવા મળી રહ્યાં છે. ગુજરાતી લોકો ગમે ત્યાં ગરબા શરૂ કરી દે છે. હવે મુંબઈની ટ્રેનમાં ગરબાની રમઝટનો વીડિયો વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો મુંબઈનો છે અને મહિલાઓ ગરબે રમી રહી છે. આ ગરબા કોઈ મેદાન કે હોલનો નથી પરંતુ મુંબઈની લોકલ ટ્રેનનો છે. ટ્રેનમાં સફર કરી રહેલી મહિલાઓ ગરબે રમી રહી છે. ટ્રેનમાં ગરબા રમતી મહિલાઓને જોઈ અન્ય યાત્રી વીડિયો બનાવી રહ્યાં છે. 


40 વર્ષનું કરિયર, આતંકવાદી વિરોધી ઓપરેશનનો અનુભવ, જાણો કોણ છે નવા CDS અનિલ ચૌહાણ


વીડિયો પર ઘણા યૂઝર્સની કોમેન્ટ પણ આવી છે. તેમાંથી એક યૂઝર્સે કહ્યું કે આ તે લોકો માટે જે કહે છે કે મુંબઈમાં નાની-નાની કુશીઓ માટે કોઈ જગ્યા નથી. આ વીડિયો તે બધા માટે કોઈ આશ્ચર્યથી ઓછો નથી. હાલ તો સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube