World Environment Day : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5મી જૂન 2022ના રોજ સાંજે 6 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વૈશ્વિક પહેલ ‘લાઇફસ્ટાઇલ ફોર ધ એન્વાયર્નમેન્ટ (લાઇફ) મૂવમેન્ટ’ની શરૂઆત કરશે. આ લોન્ચિંગ 'લાઇફ ગ્લોબલ કૉલ ફોર પેપર્સ' શરૂ કરશે, જેમાં વિશ્વભરની વ્યક્તિઓ, સમુદાયો અને સંસ્થાઓને પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલી અપનાવવા માટે પ્રભાવિત કરવા અને સમજાવવા માટે શિક્ષણવિદો, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ વગેરેના વિચારો અને સૂચનો આમંત્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મુખ્ય ભાષણ પણ આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કાર્યક્રમમાં બિલ ગેટ્સ, કો-ચેરમેન બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન; લોર્ડ નિકોલસ સ્ટર્ન, આબોહવા અર્થશાસ્ત્રી; પ્રો. કાસ સનસ્ટીન, નજ થિયરીના લેખક; શ્રી અનિરુદ્ધ દાસગુપ્તા, સીઈઓ અને પ્રમુખ વિશ્વ સંસાધન સંસ્થાન; સુશ્રી ઇન્ગર એન્ડરસન, UNEP ગ્લોબલ હેડ; અચિમ સ્ટીનર, UNDP ગ્લોબલ હેડ અને શ્રી ડેવિડ માલપાસ, વિશ્વ બેંકના પ્રમુખ તથા અન્યોની સહભાગિતા પણ જોવા મળશે.


ગયા વર્ષે ગ્લાસગોમાં 26મી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP26) દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા LiFEનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આ વિચાર પર્યાવરણ સભાન જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે જે 'વિવેકહીન અને વિનાશક વપરાશ'ને બદલે 'વિવેકશીલ અને ઇરાદાપૂર્વક ઉપયોગ' પર ધ્યાન કેન્દ્રિત કરે છે.


દર વર્ષે 5 જૂને ઉજવવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસ
તમને જણાવી દઇએ કે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂને ઉજવવામાં આવે છે. આ દિવસ સરકાર, ખાનગી સંસ્થાઓ, નાગરિક સમાજ સાથે સાથે વ્યક્તિઓ દ્રારા પર્યાવરણની રક્ષા માટે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એક નોડલ એજન્સી છે જે દુનિયાભરમાં કાર્યક્રમોનું આયોજન અને સમર્થન કરે છે. વિશ્વ પર્યાવરણ દિવસ પહેલીવાર 1974 માં ઉજવવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube