World Heritage Day: સરકારનો નિર્ણય, ઐતિહાસિક સ્મારકોમાં આ દિવસોએ જશો તો નહીં ખર્ચવા પડે ટિકિટના પૈસા
Entry without tickets in Heritage Place: આજે વિશ્વભરમાં વિશ્વ ધરોહર દિવસની ઉજવણી થઈ રહી છે. દુનિયાની પસંદગીની ધરોહરોના સ્વર્ણિમ ઈતિહાસ અને નિર્માણને જાળવી રાખવા માટે આ દિવસની ઉજવણી થાય છે. ભારત સરકારે વિશ્વ ધરોહર દિવસના અવસરે મોટો નિર્ણય લીધો છે.
Entry without tickets in Heritage Place: આજે વિશ્વભરમાં વિશ્વ ધરોહર દિવસની ઉજવણી થઈ રહી છે. દુનિયાની પસંદગીની ધરોહરોના સ્વર્ણિમ ઈતિહાસ અને નિર્માણને જાળવી રાખવા માટે આ દિવસની ઉજવણી થાય છે. ભારત સરકારે વિશ્વ ધરોહર દિવસના અવસરે મોટો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય મહત્વના પ્રાચીન ઐતિહાસિક સ્મારક અને પુરાતત્વ સ્થળો પર જવા માટે કેટલાક ખાસ દિવસે ટિકિટ લેવાની જરૂર નહીં રહે.
21 ખાસ અવસરે નહીં લેવી પડે ટિકિટ
કેન્દ્ર સરકારે નાગરિકો માટે ખાસ કરીને યુવાઓને ભારતીય ઐતિહાસિક ધરોહરો સાથે સાંકળવા હેતુસર આ નિર્ણય લીધો છે. હવે દશેરા, હોળી, મહિલા દિવસ, સહિત 21 ખાસ દિવસે ટિકિટ લેવી પડશે નહીં. 31 માર્ચ 2023 સુધી આ ઐતિહાસિક સ્થળોએ જવા માટે 21 અવસરે ટિકિટ ન લેવાનો આદેશ બહાર પાડ્યો છે. જેની જાણકારી તમામ રાજ્યો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને મોકલી દેવાઈ છે.
Lakhimpur Kheri Violence: સુપ્રીમ કોર્ટે આશીષ મિશ્રાના જામીન રદ કર્યા, અઠવાડિયામાં સરન્ડર કરવું પડશે
Covid Update: ભારતમાં ચોથી લહેરના ભણકારા! બુલેટ ગતિથી વધ્યા દૈનિક કેસ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube