Lakhimpur Kheri Violence: સુપ્રીમ કોર્ટે આશીષ મિશ્રાના જામીન રદ કર્યા, અઠવાડિયામાં સરન્ડર કરવું પડશે

લખીમપુર ખીરી કેસમાં સુપ્રીમ કોર્ટે મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રાના જામીન રદ કર્યા છે. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના આદેશને રદ કર્યો છે.

Lakhimpur Kheri Violence: સુપ્રીમ કોર્ટે આશીષ મિશ્રાના જામીન રદ કર્યા, અઠવાડિયામાં સરન્ડર કરવું પડશે

નવી દિલ્હી: લખીમપુર ખીરી કેસમાં સુપ્રીમ કોર્ટે મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રાના જામીન રદ કર્યા છે. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના આદેશને રદ કર્યો છે. સુપ્રીમના આ આદેશ બાદ હવે આશીષ મિશ્રાએ એક અઠવાડિયાની અંદર સરન્ડર થવું પડશે. આ મામલે સુપ્રીમ કોર્ટે 4 એપ્રિલના રોજ તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો. 

લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના આરોપી આશીષ મિશ્રાને આજે સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે આશીષ મિશ્રાના જામીન ફગાવી દીધા છે. અત્રે જણાવવાનું કે આશીષ મિશ્રા ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર છે. લખીમપુરમાં જે ખેડૂતો પર ગાડી ચડી હતી તે મામલે આશીષ મિશ્રાનું નામ આવ્યું હતું. 

— ANI (@ANI) April 18, 2022

આશીષ મિશ્રાને અલાહાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા હતા. જેને હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલાહાબાદ હાઈકોર્ટે પીડિત પક્ષને ધ્યાનમાં રાખ્યો નહીં. પીડિત પક્ષનું સાંભળવામાં આવ્યું નથી. 

3 ઓક્ટોબર 2021ના રોજ લખીમપુરના તિકુનિયામાં થયેલી હિંસામાં 8 લોકોના મોત થયા હતા. એવો આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રા ઉર્ફે મોનુએ પોતાની જીપથી ખેડૂતોને કચડી નાખ્યા. આ મામલે યુપી SIT એ 5000 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. એસઆઈટીએ આશીષ મિશ્રાને મુખ્ય આરોપી બનાવ્યો હતો. એટલું જ નહીં એસઆઈટીના જણાવ્યાં મુજબ આશીષ ઘટનાસ્થળે હાજર હતો. આ મામલે અલાહાબાદ હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં આશીષ મિશ્રાને જામીન આપ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news