ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં 10 ઓક્ટોબરનો દિવસ 'વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે' તરીકે મનાવાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા અનુસાર ભારતમાં દર વર્ષે 2.2 લાખ લોકોનાં મોતનું કારણ આપઘાત હોય છે. બીજા એક આંકડા અનુસાર ભારતમાં વર્ષે 8,00,000 લોકો આપઘાતનો પ્રયાસ કરે છે. એટલે કે ભારતમાં દર 40 સેકન્ડે એક વ્યક્તિ આપઘાત કરે છે. આ કારણે જ આ વર્ષે ભારતમાં વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની થીમ "40 સેકન્ડ્સ ઓફ એક્શન"(40 seconds of action) રાખવામાં આવી છે. તેનો હેતુ લોકોને આપઘાત કરતાં રોકવા અંગે જાગૃતિ લાવવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝના આંકડા અનુસાર વર્ષ 2016માં ભારતમાં 18 ટકા લોકોએ આપઘાત કર્યો હતો, જેમાં આપઘાત કરીને મરાનારામાં 36.6 ટકા મહિલાઓ હતી. ભારતમાં પુરુષોનો આપઘાતનો દર વૈશ્વિક સરખામણીએ 24.3 ટકા છે. ભારતમાં આપઘાત સંબંધિત મૃત્યુનું સરેરાશ વયજૂથ 15થી 39 છે, જેમાં મોટી સંખ્યા શિક્ષત અને વિકસીત એવા દક્ષિણનાં રાજ્યોની છે. ભારતની કુલ વસતીના 42 ટકા વસતી 'હાઈ રિસ્ક'માં આવે છે. 


વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેઃ આ વર્ષની થીમ છે 'આપઘાતની રોકથામ', કારણ છે ઘણું મોટું....


ભારતમાં વિશ્વની સરખામણીએ આપઘાતનો ઊંચો દર હોવા પાછળનાં પાંચ કારણ નીચે મુજબ છે. 


1. માનસિક આરોગ્ય બાબતે ઓછી જાગૃતિ
ભારતમાં માનસિક રીતે બિમાર હોવું એક સામાજિક કલંક હોવાની માન્યતાના કારણે આપઘાતનો દર ઊંચો છે. જે લોકો માનસિક રીતે બિમાર હોય છે તેમને સમાજમાં સારી રીતે સમજવામાં આવતા નથી. આ ઉપરાંત 'ડિપ્રેશન' અને 'ચિંતા'ના કોઈ લક્ષણ દેખાતા હોતા નથી. જેના કારણે આ પ્રકારની સ્થિતિથી પીડાતા લોકો આખરે આપઘાત કરી લેતા હોય છે. ભારતના નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોના 2015ના આંકડા અનુસાર ભારતમાં 3,800 મોત બિમારી સંબંધિત કારણોના લીધે આપઘાત દ્વારા થયા હતા. જેમાં 1,280 આપઘાત માનસિક બિમારીને કારણે થયા હતા. 


વિશ્વભરમાં 2.2 અબજ લોકો હેલ્થની આ સમસ્યાથી પીડીત છે... જાણો કઇ છે આ બીમારી


2. મહિલાઓની સંખ્યા વધુ
ભારતમાં આપઘાત કરનારામાં પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા વધુ હોય છે. તેમાં પણ પરિણીત મહિલાઓની સંખ્યા ઊંચી હોય છે. મહિલાઓમાં આપઘાત માટેનાં મુખ્ય કારણોમાં નાની ઉંમરે અને એરેન્જ મેરેજ, ઘરેલુ હિંસા, આર્થિક નિર્ભરતા અને સમાજમાં નીચું સ્થાન મુખ્ય છે. આ ઉપરાંત, પ્રજનનશક્તિ અને દહેજ સંબંધિત મુદ્દા પણ દેશમાં મહિલાઓનાં આપઘાત પાછળનાં મુખ્ય કારણ છે.  


વિશ્વના માથે મોતનું જોખમઃ હવાથી ફેલાતો રોગચાળો મિનિટોમાં કરોડોને ભરખી શકે છે


3. શહેરી જીવન 
ભારતમાં ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં આપઘાતનું પ્રમાણ વધારે છે. શહેરી વિસ્તારોમાં આપઘાત પાછળનું કારણ સમાજથી અલગ રહેવું, માનસિક તાણ અને વ્યસ્ત જીવનશૈલી છે. આ ઉપરાંત પારિવારિક મુદ્દા અને બિમારી પણ શહેરી વિસ્તારોમાં આપઘાત માટે જવાબદાર કારણો છે. 


જળવાયુ પ્રદૂષણઃ હેવી મેટલ્સ પ્રવેશી રહ્યાં છે આપણાં શરીરમાં, AIIMSનો રિપોર્ટ


4. સ્થાનિક વિવિધતા 
ભારતમાં સૌથી વધુ આશ્ચર્યની બાબતે એ છે કે, જે રાજ્યો સૌથી વધુ સમૃદ્ધ અને વિકસિત છે ત્યાં આપઘાતનો દર પણ ઊંચો છે. એટલે કે, જે લોકો સૌથી વધુ શિક્ષિત છે અને જેમની આર્થિક સ્થિતિ પણ સારી છે તેવા લોકોમાં આપઘાતનું પ્રમાણ પણ એટલું જ ઊંચું છે. તમિલનાડુ અને કર્ણાટકમાં પુરુષો અને મહિલાઓમાં સાક્ષરતાનો દર સૌથી ઊંચો છે, તેમ છતાં અહીં પુરુષો અને મહિલાઓ સૌથી વધુ સંખ્યામાં આપઘાત કરે છે. 


આરોગ્યના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....


5. સામાજિક-આર્થિક સ્થિતિ 
વર્ષ 2015માં ભારતમાં આપઘાત કરનારા લોકોમાં 70 ટકાની વાર્ષિક આવક રૂ.1 લાખ કરતાં ઓછી હતી. તેમાં પણ બેરોજગાર પુરુષોની સરખામણીએ મહિલાઓએ આપઘાત વધુ કર્યા હતા. આમ, રોજગાર અને આર્થિક સ્થિતિ આપઘાતમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ભારતમાં પરિવાર આધારિત સામાજિક માળખું આપઘાતના કિસ્સાઓમાં ત્રણ ગણું જવાબદાર છે. 


ભારતમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતા આપઘાત પણ ધ્યાન ખેંચે છે. વર્ષ 1997થી 2008 દરમિયાન ભારતમાં 2 લાખ ખેડૂતોએ આપઘાત કર્યા હતા. ભારતમાં વરસાદ આધારિત ખેતીના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડતું હોય છે, જેના કારણે દેવામાં ડૂબી જવાના કારણે તેઓ અંતિમ પગલાં તરીકે આપઘાત કરતા હોય છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....