નવી દિલ્હી: દેશમાં કોન્ડોમનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક રિપોર્ટ મુજબ છેલ્લા 8 વર્ષોમાં કોન્ડોમના ઉપયોગમાં લગભગ 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે નસબંધી કરાવવાના મામલે 75 ટકાનો ઘટાડો થયો છે. એટલું જ નહીં પરંતુ સામાન્ય પિલ્સના ઉપયોગમાં પણ લગભગ 30 ટકાનો ઘટાડો થયો છે. મંત્રાલયનો આ રિપોર્ટ 2008થી 2016 વચ્ચે કરાયેલા સર્વેના આધારે તૈયાર કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યાં સુધી કોન્ડોમના ઉપયોગનો સવાલ છે તો કેરળ જેવા સૌથી વધુ સાક્ષરતા ધરાવતા રાજ્યમાં તેના ઉપયોગમાં 42 ટકાનો ચોંકાવનારો ઘટાડો જોવા મળ્યો છે. તેનાથી બિલકુલ ઉલ્ટુ બિહારમાં કોન્ડોમનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં છેલ્લા આઠ વર્ષમાં ચાર ગણો વધારો થયો છે. અહીં પિલ્સનો ઉપયોગ પણ વધ્યો છે. રિપોર્ટ મુજબ દેશના મોટાભાગના કપલ્સ હવે પરિવાર નિયોજન માટે એબોર્શન અને ઈમરજન્સી પિલ્સનો ઉપયોગ સૌથી વધુ કરી રહ્યાં છે. જો કે કોન્ટ્રાસેપ્ટિવ્સના કુલ ઉપયોગમાં પણ 35 ટકાનો ઘટાડો નોંધાયો છે.


સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાનું કહેવું છે કે સરકાર જનસંખ્યા નિયંત્રણના પ્રયત્નો હેઠળ બાળકો પેદા થયાના તત્કાળ બાદ કે ગર્ભપાત બાદ પરિવાર નિયોજનની આવશ્યકતામાં કમીને પૂરા કરવા પર ભાર મૂકી રહી છે. વિશ્વ જનસંખ્યા દિવસના અવસર પર એક કાર્યશાળાનું ઉદ્ધાટન કરતા નડ્ડાએ કહ્યું કે જનસંખ્યા સ્થિરીકરણના પ્રયત્નો સાથે એક આર્થિક ચર્ચા પણ જોડાયેલી છે. કારણ કે દેશની યુવા જનસંખ્યાનો લાભ માત્ર ત્યારે જ ઉઠાવી શકાય છે જ્યારે જનસંખ્યા સ્વસ્થ હોય.


કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ ગર્વનો વિષય છે કે દેશના કુલ પ્રજનન દર (ટીએફઆર)માં સતત ઘટાડો હાંસલ કરવામાં સફળતા મળી છે. ટીએફઆરનો અર્થ છે કે પોતાના જીવનકાળમાં એક મહિલા સરેરાશ કેટલા બાળકો પેદા કરે છે. તેમણે કહ્યું કે વર્ષ 2015માં 2.9ના કુલ પ્રજનન દરથી વર્ષ 2018માં તેનો દર 2.2 ટકા રહેવાનો અર્થ એ છે કે ભારતમાં આ મામલે નોંધાયેલો ઘટાડો સારો છે. નડ્ડાએ કહ્યું કે દેશમાં ગર્ભનિરોધક ઉપાયોના વિકલ્પો પર વિસ્તાર થયો છે. જેનાથી ગર્ભનિરોધક ઉપાયોના અપનાવવાનો વિસ્તાર થશે.