નવી દિલ્હી: ભારત સરકાર અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) વચ્ચે તણાતણી યથાવત છે. આ દરમિયાન કેંદ્ર સરકારે ટ્વિટર (Twitter) ના આરોપો પર આકરી પ્રતિક્રિયા આપી છે. આઇટી મંત્રાલય (IT Ministry) નું કહેવું છે કે ટ્વિટર (Twitter) ના 'ડરાવવા-ધમકાવવા'ના આરોપો ખોટા અને પાયાવિહોણા છે. દિલ્હી પોલીસે પણ ટ્વિટર (Twitter) ના નિવેદનોને મિથ્યા ગણાવ્યા છે કે આ નિવેદનનો ઉદ્દેશ્ય તપાસને બાધિત કરવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે ટ્વિટરને લગાવી ફટકાર
આઇટી મંત્રાલયે ગુરૂવારે કહ્યું કે ટ્વિટર (Twitter) પોતાના પગલાં દ્વારા જાણીજોઇને આદેશનું પાલન ન કરીને ભારતની કાનૂન વ્યવસ્થાને નબળી પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મંત્રાલયે આગળ કહ્યું કે ટ્વિટર (Twitter) દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર પોતાની શરતોને થોપવાનો પ્રયત્ન કરી રહી છે. ટ્વિટર (Twitter) ને 'ડરાવવા-ધમકાવવા' સંબંધી આરોપોને આધારહીન છે. 

Lockdown માં વધ્યું Sunny Leone નું વજન, જિપ બંધ કરવા મથામણ કરી રહ્યા છે 3-3 લોકો


દિલ્હી પોલીસે ટ્વિટર પર લગાવ્યો ખોટું બોલવાનો આરોપ
દિલ્હી પોલીસનું કહેવું છે કે 'ટૂલકિટ' કેસમાં ચાલી રહેલી તપાસ ટ્વિટર (Twitter) ના નિવેદન ખોટું છે અને આ કાનૂની તપાસમાં વિધ્ન ઉભુ કરવાનો પ્રયત્ન છે. દિલ્હી પોલીસનું આ કડક નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્વિટરે 'પોલીસ દ્વારા ડરાવવા-ધમકાવવાની રણનિતીના ઉપયોગ' પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે તે ભારતમાં પોતાના કર્મચારીઓની સુરક્ષા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે સંભવિત ખતરા વિશે ચિંતિત છે. 

એક રૂપિયાની નોટ તમને બનાવી શકે છે માલામાલ, બસ કરવું પડશે આ કામ


પોલીસના નિવેદન અનુસાર ટ્વિટર (Twitter) તપાસનો અધિકાર, સાંભળવાનો અધિકાર બંને બનાવવા માંગે છે પરંતુ તેમાંથી કોઇ માટે પણ કાનૂની સ્વિકૃતિ નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તપાસ કરવાનો અધિકાર ફક્ત પોલીસ પાસે છે અને ચૂકાદો કોર્ટ સંભળાવે છે. દિલ્હી પોલીસે કહ્યું કે તેણે કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદોના આધારે 'ટૂલકિટ' કેસમાં આરંભિક તપાસ નોંધાવી છે. 


ટ્વિટરે શું કહ્યું હતું
આ પહેલાં ટ્વિટૅરએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે પોતાની સેવા ઉપલબ્ધ રાખવા માટે, અમે ભારતમાં લાગૂ કાયદાનું પાલન કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ બિલકુલ એ રીતે જે રીતે દુનિયાભરમાં કરીએ છીએ. જે લોકો અમને સેવા પુરી પાડે છે, તેના માટે અભિવ્યક્તિની આઝાદીને સંભવિત ખતરાથી ચિંતિત છે. ટ્વિટરએ કહ્યું હતું કે પોલીસની ધમકાવવાની રણનીતિથી ચિંતિત છે. 

પ્રેશર કુકરમાં પણ બનાવી શકો છો રોટલી! જમવાનું બનાવતાં પહેલાં જોઇ લો આ વીડિયો


ટ્વિટરે કહ્યું કે 'પોતાની સેવા ઉપલબ્ધ રાખવા માટે, અમે ભારતમાં લાગૂ કાયદાનું પાલન કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ બિલકુલ એ રીતે જે રીતે અમે દુનિયાભરમાં કરીએ છીએ. અમે પારદર્શિતાના સિદ્ધાંતો, સેવા પર દરેક અવાઝને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા અને કાયદાના શાસન હેઠળ અભિવ્યક્તિની આઝાદી અને ગોપનીયની રક્ષા માટે કડકાઇથી નિર્દેશિત રહેશે. 


કંપનીએ આગળ કહ્યું કે 'અમે ભારતમાં પોતાના કર્મચારીના સંબંધમાં તાજેતરની ઘટનાઓ અને જે લોકોને અમે સેવા પુરી પાડીએ છીએ, તેના માટે અભિવ્યક્તિની આઝાદીને સંભવિત ખતરાથી ચિંતિત છે. અમે ભારત અને દુનિયાભરમાં સિવિલ સોસાયટીના ઘણા લોકોની સાથે, અમારી વૈશ્વિક સેવા શરતોને લાગૂ કરવાના જવાબમાં પોલીસ દ્વારા ધમકાવવાની રણનિતીના ઉપયોગ સંબંધમાં ચિંતિત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube