ભારતમાં રિલીઝ થઇ `વુહાન ડાયરી`, મળશે ભય-ક્રોધ, હતાશા અને લાખો લોકો દર્દનાક ઝલક
જાણિતી સાહિત્યકાર ફાંગ ફાંગની ચર્ચિત `વુહાન ડાયરી: ડિસ્પૈચ ફ્રોમ એ કોરોન્ટીન્ડ સિટી`ને ભારતમાં ઇબુક ફોર્મેટમાં જાહેર કરવામાં આવી છે. હાર્પર નોન-ફિક્શન દ્વારા પ્રકાશિત આ પુસ્તકનું ઓડિયો વર્જન 26 મેના રોજ આવશે.
નવી દિલ્હી: જાણિતી સાહિત્યકાર ફાંગ ફાંગની ચર્ચિત 'વુહાન ડાયરી: ડિસ્પૈચ ફ્રોમ એ કોરોન્ટીન્ડ સિટી'ને ભારતમાં ઇબુક ફોર્મેટમાં જાહેર કરવામાં આવી છે. હાર્પર નોન-ફિક્શન દ્વારા પ્રકાશિત આ પુસ્તકનું ઓડિયો વર્જન 26 મેના રોજ આવશે.
15 ભાષાઓમાં અનુવાદિત થનાર આ પુસ્તક, લેખકની ડાયરી અને સોશિયલ મીડિયાની તે પોસ્ટનું સંકલન છે જે COVID-19 મહામારી દરમિયાન તેમણે લખી હતી. આ વુહાનના 60 દિવસના લોકડાઉનનો દસ્તાવેજ છે.
25 જાન્યુઆરી 2020ના રોજ ચીનની કેન્દ્ર સરકાર દ્વારા વુહાનમાં લોકડાઉન કર્ય બાદ, ફાંગ ફાંગએ એક ઓનલાઇન ડાયરી પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ થોડા દિવસો અને અઠવાડિયામાં આ પ્રશંસિત લેખકની દરેક રાતની જનાર પોસ્ટે ભય, હતાશા, ક્રોધ અને લાખો સાથી નાગરિકોનો અવાજ ઉઠાવ્યો, જેમાં બળપૂર્વક કરવામાં આવેલા અલગાવના મનોવૈજ્ઞાનિક પ્રભાવને દર્શાવે છે, ઇન્ટરનેટની બેવડી ભૂમિકા પણ દર્શાવી. જો કે આ દરમિયાન એક જીવન રેખા પણ બની ગઇ હતી અને બીજી તરફ ખોટી માહિતીનો સ્ત્રોત પણ.
જેમ કે લેખકે ખુલાસો કર્યો છે કે આ ઘટનાનો એક પ્રત્યક્ષદર્શી દસ્તાવેજ છે. જે વુહાનના દૈનિક જીવનનો પડકાર અને બદલાતા મૂડ અને અવિશ્વનિય જાણકારી કોરોન્ટીન થવાની સંભાવના દર્શાવે છે. ફાંગ ફાંગ ઘરેલૂ સુખ-સાધનોમાં એકાંતમાં રહે છે અને પોતાના મિત્રો, ડોક્ટરો અને સ્વંયસેવકોના સાથે-સાથે વુહાનના નવ મિલિયન નિવસીઓની દ્વઢતાથી વધુ દ્વઢ બન્યા છે.
તે સામાજિક અન્યાય, સત્તાના દુરઉપયોગ, અને અન્ય સમસ્યાઓ વિરૂદ્ધ બોલે છે, જે મહામારીની પ્રતિક્રિયામાં અડચણ નાખે છે અને તેના લીધે ઓનલાઇન વિવાદોમાં ફસાઇ જાય છે.
જેમ કે લેખકે વાસ્તવિક સમયમાં વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટની શરૂઆતનું ડોક્યુમેન્ટેશન કર્યું છે. આ કોઇ પણ તે પેટર્ન અને ભૂલોની ઓળખ કરવામાં સક્ષમ છે. જોકે આ કોરોના વાયરસ મહામારીનો સામનો કરવાનાર ઘણા દેશે પછી પુનરાવર્તિત કરવામાં આવ્યું છે. આ યાદ અપાવે છે કે આ નવા વાયરસની સામે વુહાનના નાગરિકોની દુર્દશા પણ દરેક જગ્યાના નાગરિકો જેવી છે.
તે લખે છે કે ''આ વાયરસ સમગ્ર માનવ જાતિનો એકસમાન દુશ્મન છે. આ માનવતા માટે એક સબક છે. આપણે આ વાયરસને જીતી શકીએ છીએ અને તેની ચેપેટમાંથી પોતાને મુક્ત કરાવી શકીએ છીએ. તેના માટે માનવ જાતિને એકસાથે કામ કરવું જરૂરી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube