નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર અંગે તીખી નિવેદનબાજી વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત પહોંચી ચુક્યા છે. શુક્રવારે બપોરે 2 વાગ્યે શી જિનપિંગનું વિમાન ચેન્નાઇ એરપોર્ટ પર લેન્ડ થયું. ત્યાર બાદ તેઓ મહાબલીપુરમ પહોંચ્યા. ભારત-ચીન વચ્ચે આ વખતે ઇન્ફોર્મલ સમિટ તમિલનાડુના મહાબલીપુરમમાં યોજાઇ રહી છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શી જિનપિંગ સાથે મુલાકાત યોજી. હવે બંન્ને નેતાઓ વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર વાતચીત થવાની છે. ચીની રાષ્ટ્રપતિની આ મુલાકાત 48 કલાકની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિને પેઇન્ટિંગ ગિફ્ટ આપી
વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને નચિયારકોઇલ બ્રાંચ અન્નમ લૈંપ અને થંજાવુર સ્ટાઇલના પેઇન્ટિંગ ભેટ સ્વરૂપે આપ્યા હતા. 

વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિએ લોકનૃત્ય માણ્યું
મંદિર નજીક વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ લીધો. ત્યાર બાદ બંન્ને નેતા મંચ પર પહોંચ્યા અને કલાકારો સાથે તસ્વીર પણ પડાવી હતી. વડાપ્રધાન મોદી સાથે અનૌપચારિક મંત્રણા માટે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત પહોંચ્યા હતા. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિદેશ મંત્રી વાંગ યી અને સ્ટેટ કાઉન્સિલર યાંગ જીએચી સહિત 100 સભ્યોનું પ્રતિનિધિમંડળ આવ્યું છે. ચીની પ્રતિનિધિમંડલમાં સીપીસી કેન્દ્રીય કમિટી તથા રાજનીતિક બ્યૂરોનાં સભ્ય ડિંગ શુઇશિયાંગ, સ્ટેટ કાઉન્સલર યાંગ જીએચી, વિદેશ મંત્રી વાંગ યી, ચીની પીપલ્સ પોલિટીકલ કાઉન્સિલ કોન્ફરન્સનાં રાષ્ટ્રીય સમિતીના ઉપાધ્યક્ષ એચઇલાફઇંગ તથા અન્ય સભ્યોનો સમાવેશ થાય છે.


ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના સ્વાગતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ
વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે શોર મંદિર ગયા. બંન્ને નેતાઓ પહેલા મંદિરમાં ફર્યા અને હવે કલાક્ષેત્ર ફાઉન્ડેશનનાં વિદ્યાર્થીઓ દ્વારા શોર મંદિર નજીક આયોજીક સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ લઇ રહ્યા છે. 

શોર મંદિર પહોંચ્યા વડાપ્રધાન મોદી અને શી ચિનફિંગ
હવે બંન્ને નેતાઓ કલાક્ષેત્ર ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ દ્વારા શોર મંદિર નજીક નૃત્ય કાર્યક્રમનો પણ આનંદ લેશે. શોર મંદિરમાં વિદેશ મંત્રી એસ.જયશંકર પ્રસાદ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહેશે. 


શી જિનપિંગ ચેન્નાઈ પહોંચ્યા, મહાબલીપુરમમાં PM મોદી સાથે થશે અનૌપચારિક વાતચીત
વડાપ્રધાન મોદી અને શી જિનપિંગની મુલાકાત
તમિલનાડુના મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઇ. આ દરમિયાન વડાપ્રધાન મોદી તમિલનાડુના પરંપરાગત પોશામાં હતા. તો ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ખુબ જ સાદા વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. 


કોંગ્રેસ કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરી રહી છે, રાહુલ ગાંધી જવાબ આપે: અમિત શાહ
મહાબલીપુરમ પહોંચ્યા વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના મહાબલીપુરમ પહોંચી ચુક્યા છે. મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદી તમિલનાડુના પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. 



મહાબલીપુરમ પહોંચ્યા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મહાબલીપુરમ પહોંચી ચુક્યા છે. વડાપ્રધાન મોદી પણ મહાબલીપુરમ પહોંચી રહ્યા છે. મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત થશે. 


 



ચેન્નાઇ સાથે મહાબલીપુરમ માટે રવાના થયા ચીની રાષ્ટ્રપતિ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચેન્નાઇથી મહાબલીપુરમ માટે રવાના થઇ ચુક્યા છે. આજે સાંજે પાંચ વાગ્યે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત થશે.