જમશેદપુર : ભારતીય જનતા પાર્ટી (BJP)માં વિદ્રોહી વલણ અપનાવી ચુકેલા પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાએ પોતે વડાપ્રધાન પદનાં ઉમેદવાર ગણાવ્યા છે. દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન તેમણે પોતે રોજગાર પેદા કરનારી વ્યક્તિ, માર્ગ, ફેક્ટ્રી અને શહેર બનાવનાર વ્યક્તિ તરીકે પોતાનું નામ આ રેસમાં ધર્યું હતું. સાથે જ યશવંત સિન્હાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની પાર્ટી પર પકડને જાણુ છું. આગામી ચૂંટણીમાં 200થી ઓછી સીટો આવવા છતા પણ તેઓ નેતૃત્વમાંથી નહી હટે. એટલા માટે વડાપ્રધાન પદ માટે નીતિન ગડકરીની કોઇ જ સંભાવના નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, ગત્ત દિવસોમાં કોલકાતામાં આયોજીત ટીએમસીના સમારંભમાં શત્રુઘ્ન સિન્હા, યશવંત સિન્હા અને અરૂણ શૌરી જેવા ભાજપના અસંતુષ્ટ નેતાઓએ શનિવારે વિપક્ષી નેતાઓ સાથે મંચ વહેંચ્યું હતું. તેમણે વડાપ્રધાન મોદી અને નરેન્દ્ર મોદીને હટાવવા માટેનું આહ્વાન કર્યું હતું. 

આ ત્રણેય નેતાઓ અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી હતા, પરંતુ હાલનાં નેતૃત્વ સાથેના તેમના મતભેદના કારણે તેમને કોઇ જ પદ સોંપવામાં આવ્યા નથી. જેનાં કારણે સમયાંતરે નેતૃત્વ સાથે તેમનાં તણખા ઝર્યા કરે છે. તેમણે કહ્યું હતું કે, તેઓ પાર્ટીને અરીસો દેખાડવાનું ચાલુ રાખશે. જેના કારણે તેઓ અનેક વાર મોદી સરકાર વિરુદ્ધ ટીપ્પણી કરતા રહે છે. અનેક વખત તેઓ પાર્ટી વિરોધી ટીપ્પણીઓ પણ કરે છે. 

આ રેલીમાં યશવંત સિન્હાએ નરેન્દ્ર મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે આજાદી બાદ આ પહેલી એવી સરકાર છે જે વિકાસના આંકડાઓ સાથે રમત કરી રહી છે. અહીં સરકારની વાહવાહી કરનારા લોકોને દેશ ભક્ત માનવામાં આવે છે, જ્યારે સરકારની ટીકા કરનાર વ્યક્તિ પર દેશદ્રોહીનો થપ્પો મારી દેવામાં આવે છે. હાલ દેશમાં અરાજકતાનું વાતાવરણ ફેલાઇ રહ્યું છે.