COVID 19 Cases In Delhi: દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, 500ની નજીક નવા કેસ નોંધાયા
COVID 19 Cases In Delhi: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા કેસમાં સોમવારના મુકાબલે મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 496 કેસ સામે આવ્યા છે.
નવી દિલ્હીઃ Coronavirus Cases In Delhi: દિલ્હીમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સાંજે સાત કલાકે સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 496 કેસની પુષ્ટિ થઈ છે. ત્યારબાદ સંક્રમણ દર વધીને 0.89 ટકા થઈ ગયો છે. સોમવારે કોરોનાના 331 કેસ સામે આવ્યા હતા અને કોરોના સંક્રમણ દર 0.68 ટકા હતું.
આ સમય દરમિયાન 172 દર્દીઓ સાજા થયા છે અને એકનું મૃત્યુ થયું છે. આ સમયે એક્ટિવ કેસ 1612 છે. શહેરમાં અત્યાર સુધી 14,44,179 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને તેમાંથી 14,17,460 દર્દી સાજા થઈ ચુક્યા છે. તો 25107 દર્દીઓના મોત થયા છે.
દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે 331, રવિવારે 290, શનિવારે 249, શુક્રવારે 180, ગુરૂવારે 118, બુધવારે 125, મંગળવારે 102 કેસ સામે આવ્યા હતા. દિલ્હીમાં અત્યાર સુધી કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના 142 કેસની પુષ્ટિ થઈ છે.
કોરોનાના વધતા કેસને જોતા આજે દિલ્હીમાં 'યેલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ રીતે ડીડીએમએએ મંગળવારે સ્કૂલ, કોલેજ, સિનેમા હોલ અને જિમ તત્કાલ પ્રભાવથી બંધ કરવાનો આદેશ આપ્યો છે. સાથે દુકાનો, જાહેર પરિવહન પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી મેટ્રો પોતાની 50 ટકા સીટ ક્ષમતા સાથે સંચાલિત થશે. જ્યારે ઓટો રિક્ષા, કેબમાં બે યાત્રી બેસી શકે છે.
આ પણ વાંચોઃ હવે પુડુચેરીમાં પહોંચ્યો ઓમિક્રોન, 23 રાજ્યોમાં અત્યાર સુધી 658 કેસ નોંધાયા
યલો અલર્ટ હેઠળ આ પ્રતિબંધો લાગ્યા
- દિલ્હી સરકારની ઓફિસોમાં એ ગ્રેડ ઓફિસર્સના 100 ટકા સ્ટાફે આવવાનું રહેશે, અન્ય 50 ટકા સ્ટાફ બોલાવી શકશે.
- પ્રાઈવેટ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ આવશે, દુકાનો ઓડ ઈવનના આધારે સવારે 10થી રાતે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
- ઓડ ઈવન બેસ પર મોલ સવારે 10થી રાતે આઠ વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
- દરેક ઝોનમાં 50 ટકા વેન્ડર સાથે એક વીકલી માર્કેટ જ ચાલશે. રેસ્ટોરન્ટ અને બાર 50 ટકા ક્ષમતા સાથે ચાલશે.
- પબ્લિક પાર્ક ખુલશે, હોટલ ખુલશે, સલૂન ખુલ્લા રહેશે.
- સિનેમાઘરો, થિયેટર, બેન્ક્વેટ હોલ, જીમ, એન્ટરટેઈન્મેન્ટ પાર્ક બંધ રહેશે.
- દિલ્હી મેટ્રો અને બસોમાં સિટિંગ ક્ષમતાના 50 ટકા લોકો સફર કરી શકશે. પરંતુ સ્ટેન્ડિંગની મંજૂરી નહીં રહે.
- નાઈટ કરફ્યૂ રાતે દસથી સવારે 5 વાગ્યા સુધી રહેશે.
- સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સ્વિમિંગ પૂલ બંધ રહેશે.
- ઓટો, ઈ રિક્ષામાં બે સવારી, ટેક્સી કેબ, ગ્રામીણ સેવા, ફટાફટ સેવામાં બે સવારી, મેક્સી કેબમાં 5 સવારી, આરટીવીમાં 11 લોકો બેસી સકશે.
- કન્સ્ટ્રક્શન એક્ટિવિટિઝ ચાલુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube