હવે પુડુચેરીમાં પહોંચ્યો ઓમિક્રોન, 23 રાજ્યોમાં અત્યાર સુધી 658 કેસ નોંધાયા

ભારતમાં હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં દિવસેને દિવસે ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ જોતા અનેક રાજ્યોએ પ્રતિબંધ લગાવી દીધો છે. 

હવે પુડુચેરીમાં પહોંચ્યો ઓમિક્રોન, 23 રાજ્યોમાં અત્યાર સુધી 658 કેસ નોંધાયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ  (Omicron Cases in India) 23 રાજ્યોમાં પહોંચી ચુક્યો છે. અત્યાર સુધી આ વેરિએન્ટના કુલ 658 કેસ સામે આવી ચુક્યા છે, જ્યારે 186 લોકો સાજા થઈ ગયા છે. દેશના અનેક રાજ્યોએ ઓમિક્રોનના વધી રહેલા કેસને જોતા પ્રતિબંધો લાગૂ કરી દીધા છે. હવે ઓમિક્રોનના કેસ પુડુચેરીથી પણ સામે આવ્યા છે. 

અનેક રાજ્યોમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ
મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક બાદ હવે દિલ્હીમાં પણ રાત્રી કર્ફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યું છે. આ વચ્ચે કર્ણાટકે રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે. સુધાકરે કહ્યુ કે, રાત્રે 10થી સવારે 5 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ રહેશે. 

જાણો ક્યા રાજ્યમાં ઓમિક્રોનના કેટલા કેસ

રાજ્ય ઓમિક્રોન કેસ
મહારાષ્ટ્ર 167
રાજસ્થાન 46
દિલ્હી 165
ગુજરાત 49
પુડુચેરી 2
મધ્ય પ્રદેશ 9
ઉત્તર પ્રદેશ 2
જમ્મુ 3
કેરલ 57
કર્ણાટક 31
તેલંગણા 55
આંધ્ર પ્રદેશ 6
હિમાચલ પ્રદેશ 1
હરિયાણા 4
ઉત્તરાખંડ 4
ચંદીગઢ 3
પશ્ચિમ બંગાળ 6
તમિલનાડુ 34
ઓડિશા 8
લદ્દાખ 1
જમ્મુ-કાશ્મીર 3
ગોવા 1
મણિપુર 1
કુલ (* 28 ડિસેમ્બર સાંજે 6 કલાક સુધી) 658

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6358 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 6450 લોકો સાજા થયા છે. દેશમાં હજુ 75456 કોરોનાના એક્ટિવ કેસ છે. કોરોનાનો રિકવરી રેટ 98.40 ટકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news