નવી દિલ્હી: લોકસભા ચૂંટણી દરમિયાન પીળી સાડીવાળી પહેલી મહિલા અધિકારી યાદ છે? પીડબલ્યુડી ઓફિસર રીના દ્વિવેદી જ્યારે પીળી સાડી પહેરીને ઈલેક્શન બૂથ પર પહોંચ્યા હતાં ત્યારે ચર્ચામાં આવી ગયા હતાં. એકવાર ફરીથી આ પીળી સાડીવાળી મહિલા અધિકારી ચર્ચામાં છે. આ વખતે તેમણે પીળી નહીં પરંતુ લીલી સાડી પહેરી છે અને હરિયાણવી ગીત પર ખુબ ઠુમકા લગાવ્યાં છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી બાદ પણ રીના દ્વિવેદી અંગે લોકોને ક્રેઝ વધતો ગયો. લોકોએ ફેસબુક અને ટિક ટોક પર તેમને ફોલો કરવાનું શરૂ કરી દીધુ. ચૂંટણી બાદ તેમના ટિક ટોક પર અનેક વીડિયો વાઈરલ થયાં. રીના દ્વિવેદીનો આ હરિયાણવી ગીત પર ડાન્સ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. 


જુઓ VIDEO


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...