લખનઉ: 2019ની લોકસભા ચૂંટણી વખતે એક મહિલા ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. આ મહિલા પીળા રંગની સાડી પહેરીને પોલ ડ્યૂટી કરતી જોવા મળી હતી. લખનઉમાં પીડબલ્યુડી કાર્યાલયના એક અધિકારી રીના દ્વિવેદીએ મંગળવારે ફરીથી એકવાર બધાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું. જો કે આ વખતે તે સાડીની જગ્યાએ કાળા રંગનું ટોપ અને બેઝ પેન્ટ પહેરીને ચૂંટણી ડ્યૂટી માટે પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાડી છોડીને કેમ પહેર્યા ટોપ અને પેન્ટ
પોતાના પોષાકમાં ફેરફાર અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો રીના દ્વિવેદીએ કહ્યું કે થોડો ચેન્જ હોવો જરૂરી છે. મને પણ દરેક સમયે અપડેટ રહેવું ગમે છે. આથી મારો ગેટઅપ પણ બદલાઈ ગયો છે. અત્રે જણાવવાનું કે રીના દ્વિવેદીના આ નવા લૂકને પણ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ વખતે પણ લોકો તેનો નવો ગેટઅપ જોઈને ફેન બની ગયા છે. 


બિગ બોસમાં જવા માંગતી હતી રીના
રીના દ્વિવેદીએ 2019માં પોતાની તસવીર વાયરલ થયા બાદ રિયાલિટીશો બિગ બોસનો ભાગ બનવા માટે પણ ઉત્સુકતા વ્યક્ત કરી હતી. રીનાની લોકપ્રિયતાનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે ઈન્સ્ટાગ્રામ પર તેના 2 લાખથી વધુ ફોલોઅર્સ છે. જ્યાં તે છાશવારે પોતાની તસવીરો શેર કરતી રહે છે. 


Success Story: 6ઠ્ઠા ધોરણમાં નાપાસ, પછી તો ડરને જ બનાવી લીધો પ્રેરણાસ્ત્રોત અને આ રીતે બની ગયા IAS ઓફિસર


ક્યાં લાગી છે રીનાની ડ્યૂટી
ન્યૂઝ એજન્સી એએનઆઈએ રીના દ્વિવેદીના ફોટા શેર કર્યા છે. જેમાં તે પેક્ડ ઈવીએમ મશીન લઈને પોલિંગ સ્ટાફ સાથે જોવા મળી. અત્રે જણાવવાનું કે આ વખતે રીના લખનઉના મોહનલાલગંજ વિધાનસભાના ગોસાઈગંજ બૂથ સંખ્યા 114 પર ચૂંટણી ડ્યૂટી કરી રહી છે. 


હિજાબ કેસ: જજ વિરુદ્ધ ટ્વીટ કરીને મુશ્કેલીમાં મૂકાયો આ અભિનેતા, થઈ ધરપકડ


કોણ છે રીના દ્વિવેદી
રીના દ્વિવેદી લખનઉના પીડબલ્યુડી વિભાગમાં કનિષ્ઠ સહાયકના પદે તૈનાત છે. તે એક પુત્રની માતા છે. પરંતુ ફિટનેસને લઈને હંમેશા સજાગ રહે છે. રીનાના પતિનું વર્ષ 2013માં બીમારીના કારણે નિધન થઈ ગયું હતું. વર્ષ 2004માં તેના લગ્ન પીડબલ્યુ વિભાગમાં કામ કરતા સીનિયર સહાયક સંજય દ્વિવેદી સાથે થયા હતા. તે સમયે રીનાના પતિ સોનભદ્રમાં તૈનાત હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube