હિજાબ કેસ: જજ વિરુદ્ધ ટ્વીટ કરીને મુશ્કેલીમાં મૂકાયો આ અભિનેતા, થઈ ધરપકડ

અભિનેતાએ કથિત રીતે હિજાબ મામલે સુનાવણી કરી રહેલા હાઈકોર્ટના જજ વિરુદ્ધ ટ્વીટ કરી હતી.

હિજાબ કેસ: જજ વિરુદ્ધ ટ્વીટ કરીને મુશ્કેલીમાં મૂકાયો આ અભિનેતા, થઈ ધરપકડ

બેંગલુરુ: કન્નડ ફિલ્મ અભિનેતાની હિજાબ મામલે સુનાવણી કરી રહેલા હાઈકોર્ટના જસ્ટિસ વિરુદ્ધ ટ્વીટ કરવાના આરોપમાં ધરપકડ કરાઈ છે. સેન્ટ્રલ ડિવિઝનના ડીસીપી એમએન અનુચેથે નિવેદન બહાર પાડીને કહ્યું કે 'કન્નડ ફિલ્મ અભિનેતા અને કાર્યકર ચેતન અહિંસા (ચેતન કુમાર)ની મંગળવારે બેંગલુરુ સિટી પોલીસે ધરપકડ કરી છે. તેમના વિરુદ્ધ આઈપીસીની 505 (2) અને 504 કલમ હેઠળ એક એફઆઈઆર નોંધવામાં આવી હતી.' 

ટ્વીટ કરીને ફસાયો ચેતન
ચેતનકુમારની ટ્વીટના આધારે શેષાદ્રિપુરમમાં એફઆઈઆર દાખલ થઈ હતી. મળતી માહિતી મુજબ ચેતને કથિત રીતે હિજાબ મામલે સુનાવણી કરી રહેલા હાઈકોર્ટના એક જજ વિરુદ્ધ ટ્વીટ કરી હતી. આ અગાઉ ચેતનની પત્ની મેઘાએ આરોપ  લગાવ્યો હતો કે કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા લઈ જવાયા બાદથી તેનો પતિ 'ગાયબ' થઈ ગયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાને લાઈવ કરતા મેઘાએ આરોપ લગાવ્યો કે કોઈ પણ પૂર્વ સૂચના કે કાનૂની નોટિસ વગર ચેતનને તેમના ઘરેથી લઈ જવાયો અને હવે તેનો કોઈ અત્તો પત્તો નથી. 

हिजाब केस: जज के खिलाफ ट्वीट करने पर बुरा फंसा ये एक्टर, पुलिस ने किया गिरफ्तार

મેઘાએ આરોપ લગાવ્યો કે 'ચેતનનો ફોન સ્વીચ ઓફ છે. તેના ગનમેનનો ફોન પણ સ્વિચ ઓફ છે. મે શેષાદ્રિપુરમ પોલીસ મથકમાં તપાસ કરી તો તેમણે કહ્યું કે ચેતન તેમની અટકાયતમાં નથી અને તેને પૂછપરછ માટે ક્યાંક બીજે લઈ જવાયો છે. આ એક પ્રકારનું અપહરણ છે.' 

(પીટીઆઈના ઈનપુટ સાથે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news