નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી, આ વર્ષે વડાપ્રધાન મોદીએ જુન મહિનાની શરૂઆતથી જ પોતાના એનિમેટેડ વીડિયો દ્વારા જુદા-જુદા આસનોની રીત અને તેના ફાયદા દર્શાવવાની સોશિયલ મીડિયા પર શરૂ કરી દીધું છે. બુધવારે પીએમ મોદીએ તેમના ટ્વીટર હેન્ડલ @narendramodi પર સૂર્ય નમસ્કારના ફાયદા દર્શાવતો વીડિયો શેર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગભગ 6.46 મિનિટના આ વીડિયોમાં સૂર્ય નમસ્કારના તમામ 12 આસનો અંગે દર્શાવાયું છે. પીએમ મોદી દ્વારા અત્યાર સુધી વિવિધ આસનોની રીત અને તેના ફાયદા અંગે જે એનિમેટિડ વીડિયો શેર કરવામાં આવ્યા છે, તેમાં આજનો વીડિયો સૌથી લાંબો છે. 


Yoga Day 2019 : એનિમેટેડ વીડિયો દ્વારા પીએમ મોદીએ શીખવાડ્યા વિવિધ આસનો 


શું છે સૂર્ય નમસ્કાર? 
'સૂર્ય નમસ્કાર'નો શાબ્દિક અર્થ સૂર્યને અર્પણ કે નમસ્કાર કરવો થાય છે. આ યોગાસન શરીરને યોગ્ય આકાર આપવા અને મનને શાંત તથા સ્વસ્થ રાખવા માટેની શ્રેષ્ઠ રીત છે. સૂર્ય નમસ્કાર 12 યોગાસનોનો એક સમન્વય છે. આ યોગાસન સર્વશ્રેષ્ઠ કાર્ડિયો-વાસ્ક્યુલર કસરત પણ છે અને આરોગ્ય માટે ફાયદાકારક પણ છે. સૂર્ય નમસ્કાર શરીર અને મન બંનેને તંદુરસ્ત રાખે છે. 


 International Yoga Day 2019 : 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવવાનું આ છે કારણ, જાણો થીમ 


સૂર્ય નમસ્કારના 12 આસન 
પ્રણામ આસન
હસ્ત ઉત્તાનાસન
હસ્તપાદ આસન
અશ્વસંચાલન આસન
દંડાસન
અષ્ટાંગ નમસ્કાર
ભુજંગાસન
અધો મુખાવાસન
અશ્વ સંચાલનાસન
હસ્તપાદાસન
હસ્ત ઉત્તાનાસન
તાડાસન


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....