નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં 21 જુનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો કારણે જ વર્ષ 2015થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે, આ વર્ષે પીએમ મોદીએ જુન મહિનાની શરૂઆતથી જ પોતાના ટ્વીટર હેન્ડલ પર વિવિધ યોગાસનના એનિમેટેડ વીડિયો મુકવાનું શરૂ કરી દીધું છે.  આ વીડિયો દ્વારા પીએમ મોદી લોકોને યોગ શીખવાના અને તેના ફાયદા જણાવી રહ્યા છે. પીએમ મોદી આ વીડિયો દ્વારા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ સૌથી પહેલા 4 જુનના રોજ સોશિયલ મીડિયા પર 'ત્રિકોણાસન'નો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું હતું કે, "21 જુનના રોજ #YogaDay2019 ઉજવવામાં આવશે. હું યોગને તમારા જીવનનો એક ભાગ બનાવવા માટે આહ્વાન કરું છું. યોગના અનન્ય ફાયદા છે. આ વીડિયોમાં તમે ત્રિકોણાસન કરવાની રીત જોઈ શકો છો." 


International Yoga Day 2019 : 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવવાનું આ છે કારણ, જાણો થીમ 


'અર્ધચક્રાસન' પછી પીએમ મોદીએ 8 જુનના રોજ 'પાદહસ્તાસન ન'નો વીડિયો શેર કર્યો હતો. પોતાના આ વીડિયોમાં તેમણે પાદહસ્તાસનના ફાયદા અને તેને કરવાની રીત અંગે જણાવ્યું હતું. 


International Yoga Day 2019: સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ગુજરાતના 150 ખાસ સ્થળો પર ઉજવાશે વિશ્વ યોગ દિવસ


13 જુનના રોજ પીએમ મોદીએ વધુ આસન અંગેનો વધુ એક વીડિયો શેર કર્યો હતો. તેમણે આ વીડિયોમાં 'વજ્રાસન' કરવાની રીત અને તેના ફાયદા જણાવ્યા હતા. તેમણે લખ્યું કે, "શરીરમાં શ્રેષ્ઠ રક્તપરિભ્રમણ અને પાચન તંત્રને વજ્રાસન કરીને મજબૂત બનાવો."


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક......