રાંચી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યોગ અભ્યાસ માટે ઝારખંડની રાજધાની રાંચી પહોંચ્યાં. અહીં ધુર્વા સ્થિત પ્રભાત તારા મેદાનમાં આયોજિત મુખ્ય કાર્યક્રમને સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું કે શાં માટે તેમણે યોગ અભ્યાસ માટે ઝારખંડની પસંદગી કરી. પીએમ મોદીએ કહ્યું કે તેમણે ત્રણ કારણોસર યોગ  અભ્યાસ માટે ઝારખંડની પસંદગી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગ દિવસની લાઈવ અપડેટ્સ માટે કરો ક્લિક...


પહેલુ કારણ: પીએમ મોદીએ કહ્યું કે ઝારખંડ નામ જ એવું છે, જેનાથી પ્રકૃતિનો બોધ હોય છે. આ એક એવું નામ છે જે આપણને પ્રકૃતિની નીકટતાનો અનુભવ કરાવે છે. યોગ પણ પ્રકૃતિની જ દેણ છે. 


યોગ અનુશાસન અને સમર્પણ છે, જેનું પાલન જીવનભર કરવાનું હોય છે: PM મોદી 


બીજુ કારણ: પીએમ મોદીએ જણાવ્યું કે 23 સપ્ટેમ્બર 2018ના રોજ ઝારખંડથી જ આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરાઈ હતી. આ યોજના દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના છે. ગરીબો માટે શરૂ કરાયેલી આ યોજનાથી લોકો રોગમુક્ત થશે અને યોગ પણ લોકોને નિરોગી બનાવે છે. પીએમ મોદીએ  કહ્યું કે ભારતીયોને આયુષ્યમાન બનાવવામાં યોગનું મહત્વ છે, આથી આજે આ રાજ્યમાં આવવું મારા માટે ખાસ છે. 


ત્રીજુ કારણ: પીએમ મોદીએ કહ્યું કે તેમને ઝારખંડ પ્રત્યે ખાસ લગાવ છે. આથી અહીંથી દુનિયાને યોગ દ્વારા નિરોગી રહેવાનો સંદેશ આપવા માટે ઝારખંડની પસંદગી કરી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...