Yoga day પર કોંગ્રેસના નેતાએ ॐ ના ઉચ્ચારણ વિશે કરેલી એક ટ્વીટથી વિવાદ ઊભો થયો, યોગગુરુ રામદેવે આપ્યો જવાબ
![Yoga day પર કોંગ્રેસના નેતાએ ॐ ના ઉચ્ચારણ વિશે કરેલી એક ટ્વીટથી વિવાદ ઊભો થયો, યોગગુરુ રામદેવે આપ્યો જવાબ Yoga day પર કોંગ્રેસના નેતાએ ॐ ના ઉચ્ચારણ વિશે કરેલી એક ટ્વીટથી વિવાદ ઊભો થયો, યોગગુરુ રામદેવે આપ્યો જવાબ](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2021/06/21/333256-abhishek21621.jpg?itok=SSrDMAsX)
ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વચ્ચે કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીની એક ટ્વીટે વિવાદ ઊભો કર્યો છે.
નવી દિલ્હી: ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વચ્ચે કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીની એક ટ્વીટે વિવાદ ઊભો કર્યો છે. યોગ દરમિયાન ॐ નું ઉચ્ચારણ કરવા પર આપત્તિ જતાવતી આ ટ્વીટ પર બાબા રામદેવ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તાબડતોબ પ્રતિક્રિયા આપી. એટલું જ નહીં બાબા રામદેવે તો ભગવાન પાસે તેમને સદબુદ્ધિ આપવાની પ્રાર્થના પણ કરી.
'ॐ થી નહીં વધ જાય યોગ શક્તિ'
કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ પોતાની ટ્વીટમાં કહ્યું કે 'ॐ ના ઉચ્ચારણથી ન તો યોગ વધુ શક્તિશાળી બની જશે કે ન તો અલ્લાહ કહેવાથી યોગની શક્તિ ઓછી થઈ જશે.' આ ટ્વિટે એક નવો વિવાદ છેડ્યો છે. યોગને હિન્દુ-મુસ્લિમ સાથે જોડનારા આ મામલાને સોશિયલ મીડિયા પર લોકો રાજનીતિ સાથે જોડી રહ્યા છે.
Yoga Day 2021: 'યોગ પાસે દરેક માટે કોઈને કોઈ સમાધાન જરૂર છે', જાણો PM મોદીના સંબોધનની મહત્વની વાતો
કોંગ્રેસ કરી રહી છે રાજનીતિ
સિંઘવીની આ ટ્વીટ પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે 'ખબર નહીં કેમ કોંગ્રેસના નેતા આવા સમયે પણ રાજકારણ કરે છે અને આવા નિવેદનો આપે છે. રસીકરણ અને યોગ બંને કોરોના સામેની લડતમાં સંજીવની છે. સમગ્ર દુનિયામાં યોગના કારણે આજે આપણા દેશની અલગ ઓળખ બની ગઈ છે.'
International Yoga Day: ITBP ના જવાનોએ 18000 ફૂટની ઊંચાઈએ કર્યા યોગ, PICS જોઈને ચોક્કસ સલામ કરશો
અત્રે જણાવવાનું કે આજે દુનિયામાં સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. જેની શરૂઆત ભારતે જ કરી હતી. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન પણ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube