Yoga Day 2021: 'યોગ પાસે દરેક માટે કોઈને કોઈ સમાધાન જરૂર છે', જાણો PM મોદીના સંબોધનની મહત્વની વાતો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2021) ના અવસરે પીએમ મોદીએ આજે યોગ કાર્યક્રમને સંબોધિત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોરોનાના અદ્રશ્ય વાયરસે દુનિયામાં દસ્તક આપી હતી ત્યારે કોઈ પણ દેશ, સાધનોથી, સામર્થ્યથી અને માનસિક અવસ્થાથી તે માટે તૈયાર નહતો. આપણે બધાએ જોયું કે આવા કપરા સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યો.
Trending Photos
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2021) ના અવસરે પીએમ મોદીએ આજે યોગ કાર્યક્રમને સંબોધિત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોરોનાના અદ્રશ્ય વાયરસે દુનિયામાં દસ્તક આપી હતી ત્યારે કોઈ પણ દેશ, સાધનોથી, સામર્થ્યથી અને માનસિક અવસ્થાથી તે માટે તૈયાર નહતો. આપણે બધાએ જોયું કે આવા કપરા સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યો. યોગે લોકોને ભરોસો જતાવ્યો કે આપણે આ બીમારી સામે લડી શકીએ છીએ. પીએમ મોદીએ કહ્યું કે બધાને સાથે લઈને ચાલનારી માનવતાની આ યાત્રાને આપણે આ રીતે જ સતત આગળ વધારવાની છે. કોઈ પણ સ્થાન હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ આયુ હોય, દરેક માટે યોગની પાસે કોઈને કોઈ સમાધાન જરૂર છે.
सबको साथ लेकर चलने वाली मानवता की इस योग यात्रा को हमें ऐसे ही अनवरत आगे बढ़ना है। कोई भी स्थान हो, कोई भी परिस्थिति हो, कोई भी आयु हो, हर एक के लिए योग के पास कोई न कोई समाधान जरूर है।
— BJP (@BJP4India) June 21, 2021
મહામારીમાં લોકો યોગને ભૂલી શકતા હતા પરંતુ એમ બન્યું નહીં
તેમણે કહ્યું કે આપણા ઋષિ મુનિઓએ યોગ માટે સમત્વમ યોગ ઉચ્ચતે આ વ્યાખ્યા આપી છે. તેમણે સુખ દુખમાં સમાન કહેવા, સંયમને એક પ્રકારથી યોગના પેરામીટર બનાવ્યા હતા. આજે જ્યારે વૈશ્વિક ત્રાસદીમાં યોગે એ સાબિત કરી દેખાડ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દોઢ વર્ષમાં ભારત સહિત અનેક દેશોએ મોટા સંકટનો સામનો કર્યો. દુનિયાના મોટાભાગના દેશો માટે યોગ દિવસ કોઈ તેમનું સદીઓ જૂનું સાંસ્કૃતિક પર્વ નથી. આ મુશ્કેલ ઘડીમાં આટલી પરેશાનીમાં લોકો તેને ભૂલી શકતા હતા, તેની ઉપેક્ષા કરી શકતા હતા. પરંતુ તેનાથી ઉલ્ટું લોકોમાં યોગ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. યોગથી પ્રેમ વધ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં દુનિયાના ખૂણે ખૂણે અનેક લોકો નવા યોગ સાધક બન્યા છે. યોગનો જે પહેલા પર્યાય સંયમ અને અનુશાસન કહેવાયું છે બધા તેને પોતાના જીવનમાં ઉતારવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે.
યોગ હિલિંગ પ્રોસેસ માટે ફાયદાકારક
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે મેડિકલ સાયન્સ પણ ઉપચારની સાથે સાથે હિલિંગ પર એટલું જ ભાર આપે છે અને યોગ હિલિંગ પ્રોસેસમાં ફાયદાકારક છે. મને સંતોષ છે કે આજે યોગના આ પહેલુ પર દુનિયાભરના વિશષજ્ઞો અનેક પ્રકારના સાયન્ટિફિક રિસર્ચ પણ કરી રહ્યા છે.
When I talk to frontline warriors and doctors, they tell me that they've made Yoga a shield for protection against the virus.
They've used Yoga not just for safeguarding themselves, but also patients.
— BJP (@BJP4India) June 21, 2021
કોરોના સામેની લડતમાં સુરક્ષા કવચ બન્યો યોગ
જ્યારે ફ્રન્ટલાઈન વોરિયર્સ સાથે, ડોક્ટરો સાથે વાત કરું છું તો તેઓ મને જણાવે છે કે કોરોના વિરુદ્ધની લડતમાં તેમણે યોગને જ પોતાનું સુરક્ષા કવચ બનાવ્યું છે. ડોક્ટરોએ યોગથી પોતાને પણ મજબૂત કર્યા અને પોતાના દર્દીઓને ઝડપથી સ્વસ્થ કરવામાં પણ તેનો ઉપયોગ કર્યો અને આજે હોસ્પિટલોમાંથી એવી તસવીરો આવે છે કે જ્યાં ડોક્ટરો, નર્સ, દર્દીને યોગ શીખવાડી રહ્યા છે. ક્યાંક દર્દી પોતાના અનુભવ શેર કરી રહ્યા છે. પ્રાણાયામ, અનુલોમ-વિલોમ બ્રિધિંગ એક્સર્સાઈઝથી આપણી રેસ્પિરેટરી સિસ્ટમને કેટલી તાકાત મળે છે તે પણ દુનિયાના તજજ્ઞો પોતે જણાવી રહ્યા છે.
महान तमिल संत श्री तिरुवल्लुवर जी ने कहा कि अगर कोई बीमारी है तो उसकी जड़ तक जाओ, बीमारी की वजह क्या है वो पता करो, फिर उसका इलाज शुरू करो।
योग यही रास्ता दिखाता है।
— BJP (@BJP4India) June 21, 2021
બીમારીના મૂળ સુધી જવાનો રસ્તો બતાવે છે યોગ
પીએમ મોદીએ કહ્યું કે મહાન તમિલ સંત શ્રી તિરુવલ્લુરજીએ કહ્યું છે કે જો કોઈ બીમારી હોય તો તેના મૂળ સુધી જાઓ, બીમારીનું કારણ શું છે તે જાણો, પછી તેની સારવાર શરૂ કરો. યોગ એ જ રસ્તો બતાવે છે. ભારતના ઋષિઓએ ભારતને જ્યારે પણ સ્વાસ્થ્યની વાત કરી તો તેનો અર્થ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય જ નથી રહ્યો. યોગમાં ફિઝિકલ હેલ્થની સાથે સાથે મેન્ટલ હેલ્થ ઉપર પણ એટલો જ ભાર મૂકવામાં આવ્યો છે.
भारत के ऋषियों ने, भारत ने जब भी स्वास्थ्य की बात की है, तो इसका मतलब केवल शारीरिक स्वास्थ्य नहीं रहा है।
इसीलिए, योग में फिजिकल हेल्थ के साथ साथ मेंटल हेल्थ पर इतना जोर दिया गया है।
- पीएम @narendramodi #YogaForWellness
— BJP (@BJP4India) June 21, 2021
શારીરિકની સાથે માનસિક તંદુરસ્તી આપે છે યોગ
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે યોગ ફક્ત શારીરિક શક્તિ જ નથી, પરંતુ માનસિક રીતે પણ તંદુરસ્તી આપે છે. પીએમ મોદીએ કહ્યું કે યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેન્થ અને નેગેટિવિટીથી ક્રિએટિવિટીનો રસ્તો દેખાડે છે. યોગ આપણને હતાશામાંથી ઉમંગ અને પ્રમાદથી પ્રસાદ સુધી લઈ જાય છે.
વધુ વિગતો માટે જુઓ Video
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે