નવી દિલ્હીઃ Lok Sabha Election 2024: 1 જૂનના રોજ અંતિમ તબક્કાનું મતદાન અને 4 જૂનના રોજ રિઝલ્ટ પણ આવી જશે. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપે 400 પારના સ્લોગન સાથે ચૂંટણી લડી રહી છે. દરમિયાન રાજકીય નિષ્ણાત અને સ્વરાજ ઈન્ડિયાના વડા યોગેન્દ્ર યાદવે આગાહી કરી છે કે ભાજપ કેટલી બેઠકો જીતશે. એક યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં ભાજપને ઘણું નુકસાન થવાનું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે ભાજપ કેટલી સીટો જીતશે
યોગેન્દ્ર યાદવે દાવો કર્યો હતો કે આ લોકસભા ચૂંટણીમાં ભાજપને 272 બેઠકો પણ નહીં મળે. તેમણે આગાહી કરી છે કે ભાજપને 240થી 260 બેઠકો મળી શકે છે. તેમણે કહ્યું કે ભાજપને આટલી સીટો મળશે કારણ કે દેશભરમાં ભાજપ વિરુદ્ધ અંડરકરંટ છે.


યોગેન્દ્ર યાદવે વધુમાં કહ્યું કે, "હવે ચર્ચા થઈ રહી છે કે ભાજપ 272થી આગળ રહેશે કે પછી એનડીએમાં સામેલ થઈને તેને પાર કરશે. ભાજપ દ્વારા 400ને પાર કરવાનો નારો આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો ભાજપ 300 કે તેથી વધુને પાર કરે તો તે તેમની નૈતિક હાર હશે, તેઓ તડજોડ કરીને સરકાર તો બનાવી લેશે પણ આ તેમની હાર હશે. 


આ પણ વાંચોઃ તાવ હતો, બીપી વધી ગયું હતું... મિર્ઝાપુરમાં ચૂંટણી ફરજ પરના 13 કર્મીઓના મોતથી હડકંપ


'ભાજપ 300થી વધુ બેઠકો જીતી શકશે નહીં'
રાજકીય નિષ્ણાત યોગેન્દ્ર યાદવે કહ્યું, "જો ભાજપને 250થી ઓછી બેઠકો મળે છે, તો તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત હાર તરીકે જોવામાં આવશે, જેના પછી ભાજપની અંદર ઘમાસાન શરૂ થઈ શકે છે. મારું મૂલ્યાંકન કહે છે કે આ ત્રણેય બાબતો થશે. ભાજપ માટે 303 કે તેથી વધુ બેઠકો જીતવી અશક્ય છે.