Uttar Pradesh Assembly Election 2022: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરીથી જીતનો ભરોસો વ્યક્ત કર્યો છે. ઝી ન્યૂઝના સ્પેશિયલ શો DNA માં સુધીર ચૌધરીએ આગામી વિધાનસભા ચૂંટણી સહિત રાજ્યના અનેક મુદ્દાઓ પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી. આ દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એકવાર ફરીથી યુપીમાં સરકાર બનાવશે. તેમણે કહ્યું કે યુપીમાં ભાજપને 325થી વધુ બેઠકો મળશે. 2022માં અમારી જીત 2017 કરતા પણ સારી હશે. યોગી આદિત્યનાથે કહ્યું કે જીત વિશે કોઈ કન્ફ્યૂઝન ન તો મને છે કે ન તો ભાજપને. તેમણે કહ્યું કે 2014માં યુપીના પ્રભારી હોવાના નાતે અમિત શાહજીએ યુપીની રણનીતિ બનાવી હતી જેનાથી ભાજપને સફળતા મળી. યુપીની જનતા સાથે પીએમ અને ગૃહમંત્રીજીનો સંવાદ સતત બનેલો છે અને આગળ પણ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું
પોતાની જીત પ્રત્યે ભરોસો જતાવતા યોગી આદિત્યનાથે કહ્યું કે હું ઉત્તર પ્રદેશમાં જ મારો આગામી જન્મદિવસ ઉજવીશ. અખિલેશ ચૂંટણી બાદ ક્યાં હશે તેનો નિર્ણય જનતા કરશે. માર્ચ 2022 બાદ આ લોકો ક્યાં રહશે તે હું જાણું છું. તેમણે કહ્યું કે આ પાંચ વર્ષોમાં અમે જે કામ કર્યું તેનું પરિણામ અમને મળશે. 1947થી લઈને 2017 સુધી યુપીમાં કુલ 12 મેડિકલ કોલેજ હતી. આજે યુપીના 59 જિલ્લામાં મેડિકલ કોલેજ છે. અમે હેલ્થ ઈન્ફ્રા મજબૂત કર્યું છે. આજે યુપીના દરેક જિલ્લામાં ICU છે. 


Omicron: જો આ 5 લક્ષણ જોવા મળે તો સાવધ થઈ જજો...ઓમિક્રોન સંક્રમણના સંકેત છે


લોક કલ્યાણકારી યોજનાઓનો બધાને મળી રહ્યો છે લાભ
યોગી આદિત્યનાથે કહ્યું કે યુપી 2017 અગાઉ કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી યોજનાઓમાં પાછળ હતું. જો કે 2017 બાદ  કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજનાઓમાં યુપી નંબર વન કે નંબર 2 પર રહ્યું છે. તેમણે કહ્યું કે આજે યુપીમાં 6 એક્સપ્રેસ વે બની રહ્યા છે. બુંદેલખંડ એક્સપ્રેસ વેના મુખ્ય માર્ગને અમે ડિસેમ્બરના અંત સુધીમાં ટ્રાફિક માટે ખોલીશું. બલિયા લિંક એક્સપ્રેસ વે પર કામ ચાલુ છે. 


Corona: ખુબ રાહતના સમાચાર! કોરોનાના તમામ વેરિએન્ટ્સ વિરુદ્ધ કારગર છે આ રસી, ફક્ત એક જ ડોઝથી વાયરસનું કામ તમામ


યુપીનું કોરોના મેનેજમેન્ટ ખુબ સારું રહ્યું
યોગી આદિત્યનાથે કહ્યું કે યુપીનું કોરોના મેનેજમેન્ટ દેશમાં ખુબ સારું રહ્યું. WHO અને નીતિ આયોગે  પણ તેને વખાણ્યું. યોગીએ કહ્યું કે પીએમ મોદીનું માર્ગદર્શન સતત મળતું રહ્યું છે. 


જુઓ Video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube