Corona: ખુબ રાહતના સમાચાર! કોરોનાના તમામ વેરિએન્ટ્સ વિરુદ્ધ કારગર છે આ રસી, ફક્ત એક જ ડોઝથી વાયરસનું કામ તમામ

અમેરિકાની એક સૈન્ય રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે કોવિડ-19ના તમામ વેરિએન્ટ્સ વિરુદ્ધ પ્રભાવી સિંગલ ડોઝવાળી રસી વિક્સિત કરી છે.

Corona: ખુબ રાહતના સમાચાર! કોરોનાના તમામ વેરિએન્ટ્સ વિરુદ્ધ કારગર છે આ રસી, ફક્ત એક જ ડોઝથી વાયરસનું કામ તમામ

નવી દિલ્હી: અમેરિકાની એક સૈન્ય રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે કોવિડ-19ના તમામ વેરિએન્ટ્સ વિરુદ્ધ પ્રભાવી સિંગલ ડોઝવાળી રસી વિક્સિત કરી છે. 'ડિફન્સ વન'ના રિપોર્ટ મુજબ અમેરિકાના વોલ્ટર રીડ આર્મી ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચના વૈજ્ઞાનિકોએ રસી થોડા સમય પહેલા જ તેયાર કરી લીધી છે જે કોવિડ-19 અને તેના તમામ વેરિએન્ટ્સ, એટલે સુધી કે ઓમિક્રોન વિરુદ્ધ પણ પ્રભાવી હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ એવું કહેવાય છે કે બહુ જલદી આ સંલગ્ન જાહેરાત થઈ શકે છે. 

રસી તૈયાર કરવામાં લાગ્યો બે વર્ષનો સમય
રિપોર્ટ મુજબ અમેરિકી સેનાના વોલ્ટર રીડ આર્મી ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચના વૈજ્ઞાનિકો દ્વારા થોડા અઠવાડિયાની અંદર જ રસી વિક્સિત કરવાની અધિકૃત જાહેરાત થવાની શક્યતા છે. ડિફેન્સ વને પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે ગત સાર્સ-મૂળના વાયરસથી દુનિયાભરમાં લાખો લોકો માર્યા ગયા અને હવે તેને નિયંત્રિત કરવાના હેતુથી પ્રભાવી રસીની જાહેરાત થવાની છે. 

ધ વોલ્ટર રીડ આર્મી ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ અમેરિકી રક્ષા વિભાગ દ્વારા પ્રશાસિત સૌથી મોટી જૈવ ચિકિત્સા અનુસંધાન સુવિધા છે. આ ઉપલબ્ધિ વાયરસ પર લગભગ બે વર્ષના કામનું પરિણામ છે. સેનાએ સ્પાઈક ફેરિટિન નેનોપાર્ટિકલ આધારિત આ રસીનું નિર્માણ 2020ની શરૂઆતમાં જ કરી દીધુ હતું. 

ઓમિક્રોન વિરુદ્ધ પણ પ્રભાવી છે રસી
વૈજ્ઞાનિકોએ આ રસીને એ રીતે બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું કે તે માત્ર કોરોનાના મૂળ સ્ટ્રેન જ નહીં પરંતુ તમામ આવનારા વેરિએન્ટ્સનો પણ મુકાબલો કરી શકે. અમેરિકી સેનાની પ્રયોગશાળાએ 2020ની શરૂઆતમાં કોવિડ-19 વાયરસની પોતાની પહેલી ડીએનએ સિક્વેન્સિંગ પ્રાપ્ત કરી હતી. ડિફેન્સ વનના રિપોર્ટ મુજબ વોલ્ટર રીડના સંક્રામક રોગ વિભાગના ડાઈરેક્ટર ડો.કેવોન મોદઝરાદે આ રસીના નિર્માણની પુષ્ટિ કરતા કહ્યું કે તેના પરિક્ષણનો પહેલો ફેઝ ડિસેમ્બરની શરૂઆતમાં જ પૂરો થયો છે અને તેને ઓમિક્રોન અને અન્ય વેરિએન્ટ્સ વિરુદ્ધ પણ ટેસ્ટ કરાઈ છે. 

મોદઝરાદે કહ્યું કે 'અમારી આખી ટીમ માટે આ મુકામ સુધી પહોંચવું ખુબ રોમાંચક છે અને હું સમગ્ર સેના માટે પણ આવું જ વિચારું છું.' તેમણે કહ્યું કે રસીના માનવ પરીક્ષણોમાં અપેક્ષાથી વધુ સમય લાગ્યો, કારણ કે લેબને એવા લોકો પર રસીના પરિક્ષણ કરવાની જરૂરિયાત હતી, જેમને ન તો રસી મૂકાઈ હતી કે ન તો તેઓ પહેલેથી કોવિડ સંક્રમિત હતા. 

રસીકરણ દરમાં વૃદ્ધિ અને ડેલ્ટા તથા ઓમિક્રોન વેરિએન્ટના ઝડપથી પ્રસારે તેને મુશ્કેલ બનાવી દીધુ. મોદઝરાદે વધુમાં કહ્યું કે 'વાસ્તવમાં આ વાયરસ (ઓમિક્રોન)થી બચવાનો કોઈ રસ્તો નથી. તમે તેનાથી બચવામાં સક્ષમ નહી હોવ. આથી મને લાગે છે કે બહુ જલદી કા તો સમગ્ર દુનિયાનું રસીકરણ થઈ જશે અથવા તો તેઓ સંક્રમિત થઈ જશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news