લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીત બાદ હવે ભાજપે સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીના પરિણામો બાદ યોગી આદિત્યનાથે ગર્વનર આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી મુખ્યમંત્રી પદેથી રાજીનામું તેમને સોંપી દીધું છે. ત્યારબાદ જલદી જ તે યૂપીમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યપાલ સાથે મુલાકાત કરતાં પહેલાં સીએમ યોગીએ પોતાના કાર્યાકાળની અંતિમ કેબિનેટ મીટિંગની અધ્યક્ષતા કરી. ત્યારબાદ તે સીધા રાજભવન માટે રવાના થયા હતા. 


ભાજપ ગઠબંધનનને પૂર્ણ બહુમત
ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા સીટોમાંથી ભાજપ ગઠબંધનને 273 સીટ જીતીને પૂર્ણ બહુમત પ્રાપ્ત કરી લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર શહેર વિધાનસભા સીટ પર લગભગ એક લાખથી વધુ મતોથી ચૂંટણી જીત્યા છે. જોકે ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય કૌશંબી જિલ્લાની સિરાથૂ સીટ પર સાત હજાર વોટથી વધુ વોટથી ચૂંટણી હારી ગયા. 


મુખ્ય વિપક્ષી દળ સપાએ 111 સીટ પર જીત નોંધાવી છે. સપાના સહયોગી આરએલડીએ 8 અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ 6 બેઠકો જીતી છે. સપાના વડા અખિલેશ યાદવે મૈનપુરી જિલ્લાની કરહાલ સીટ પર કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર પ્રોફેસર એસપી સિંહ બઘેલને 67 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.


મોદી યોગી ફેક્ટરનો કમાલ
ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં આ વખતે ડબલ એન્જીનની સરકારની વાપસી થઇ રહી છે. પરિણામોથી સ્પષ્ટ થઇ ગયું છે મોદી યોગી પર વિશ્વાસ કરીને જનતાએ વોટ આપ્યા અને એટલા માટે તે ફરીથી ભાજપને ચૂંટણીમાં જીત પ્રાપ્ત થઇ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસી અને યોગી આદિત્યનાથના ગૃહ અને મતવિસ્તારવાળા ગોરખપુરમાં ભાજપને એકતરફી સફળતા પ્રાપ્ત થઇ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube