Yogi Adityanath Statement: યુપીના સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મામલે મોટું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે જ્ઞાનવાપીને મસ્જિદ કહેવી ઠીક નથી. ત્રિશુલ મસ્જિદની અંદર શું કરી રહ્યું છે? યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે સવા 6 વર્ષથી તેઓ સરકારમાં છે. કહેનારા ગમે તે કહે પરંતુ કોઈ તોફાન થયું નથી. પંચાયત ચૂંટણી, સ્થાનિક ચૂંટણી, વિધાનસભા ચૂંટણી કેવી રીતે થાય છે તે જુઓ. પશ્ચિમ બંગાળમાં પણ પંચાયત ચૂંટણી થઈ હતી અને ત્યાં કેવા હાલ થયા. સમગ્ર દશને તેઓ પશ્ચિમ બંગાળ બનાવવા માંગે છે. જે રીતે ટીએમસીની સરકારે હાલ પશ્ચિમ બંગાળમાં કર્યું હતું. જાણો સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી પર વધુમાં શું કહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્ઞાનવાપી પર શું બોલ્યા સીએમ યોગી
જ્ઞાનવાપીના સવાલ પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે જો આપણે તેને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. મને લાગ છે કે ભગવાને જેને દ્રષ્ટિ આપી છે તેઓ જુએ કે ત્રિશુલ મસ્જિદની અંદર શું કરી રહ્યું છે? અમે તો નથી રાખ્યું ને. જ્યોતિર્લિંગ છે, પ્રતિમાઓ છે, સમગ્ર દિવાલ બૂમો પાડી પાડીને કહી રહી છે અને મને લાગે છે કે આ પ્રસ્તાવ  મુસ્લિમ સમાજ તરફથી આવવો જોઈએ કે ઐતિહાસિક ભૂલ થઈ છે અને તે ભૂલ માટે અમે  ઈચ્છીએ છીએ કે સમાધાન થાય. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube