પટનાઃ પાંચ રાજ્યોની વિધાનસભાના ચૂંટણી પરિણામ બાદ ઉત્તરપ્રદેશ(યુપી)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે જણાવ્યું કે, પ્રજાના સમર્થનના કારણે અમારી આગળની લડાઈ વધુ સરળ બની ગઈ છે. બિહારના એક દિવસના પ્રવાસે બિહારની રાજધાની પટના પહોંચેલા યોગીએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપના વિરોધમાં આવેલા ચૂંટણી પરિણામ અંગે જણાવ્યું કે, આ બંને રાજ્યમાં કેટલાક લોકોએ જૂઠો પ્રચાર કર્યો હતો, પરંતુ અમે પીએમ મોદીના નેતૃત્વમાં સારી ટક્કર લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશમાં ભાજપના વોટ વધુ, સીટ ઓછી મધ્યપ્રદેશમાં ભાજપને કોંગ્રેસ કરતાં લગભઘ 1 લાખ વધુ વોટ મળ્યા હતા, પરંતુ તેમ છતાં અહીં કોંગ્રેસે વધારે બેઠકો પર વિજય મેળવ્યો છે. રાજસ્થાનમાં ભાજપને 38.8 ટકા અને કોંગ્રેસને 39.3 ટકા વોટ મળ્યા હતા. 


શિવરાજે ખેલદીલીપુર્વક સ્વિકાર્યો પરાજય, કોંગ્રેસને ખેડૂતોનું ભલુ કરવા માટે કરી અપીલ


ભાજપને મળ્યું પ્રજાનું સમર્થનઃ યોગી
યોગી આદિત્યનાથે જણાવ્યું કે, ચૂંટણીનું પરિણામ દર્શાવે છે કે, પ્રજાએ અમને સમર્થન આપ્યું છે અને પ્રજાના સમર્થનને કારણે અમારો આકળનો મુકાબલો હવે સરળ બની ગયો છે. તેમણે જણાવ્યું કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં લોકોએ મારા નિવેદન અંગે પ્રજામાં ખોટો પ્રચાર કરાયો હતો. 


રાજસ્થાનમાં CMના નામ પર સર્વસંમતિ સધાઈ નહીં, બેઠક ફરી શરૂઃ સૂત્ર


યોગીએ હનુમાનની જાતિ જણાવવા અંગેના પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, મેં બજરંગબલીની કોઈ જાતિ બતાવી ન હતી. મેં એવું કહ્યું હતું કે, દેવત્વ દરેક વ્યક્તિના કૃતત્વમાં સામેલ હોય છે. એ દેવત્વ દરેક વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે. જેનું સૌથી મોટું ઉદાહરણ બજરંગબલી છે. 


લોકશાહીમાં હાર અને જીત બંને થાય છે- યોગી 
યોગી આદિત્યનાથે વધુમાં જણાવ્યું કે, લોકશાહીમાં હાર અને જીત દરેકના માટે હોય છે. લોકતંત્રમાં પરાજય અને વિજયનો સિલસિલો ચાલતો રહે છે. તેને એક ત્રાજવાના બે પલડા તરીકે જોવું જોઈએ. તેમણે જણાવ્યું કે, અમે જો વિજય સ્વીકારી શકતા હોઈએ તો પરાજય પણ સ્વીકારવા માટે સક્ષમ છીએ. 


MP : કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક સમાપ્ત, રાહુલ ગાંધી લેશે CMના નામનો અંતિમ નિર્ણય


યોગીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, જે લોકોએ જૂઠ બોલીને સત્તા હાંસલ કરવાનું કામ કર્યું છે તેઓ આગામી દિવસોમાં ઉઘાડા પડી જશે. યોગીએ જણાવ્યું કે, જીત અને હાર ઉપરાંત આપણા દેશમાં લોકશાહી જળવાઈ રહે એ જરૂરી છે.