યોગી સરકારનું નામ:કરણ અભિયાન, કેબિનેટ મીટિંગ બાદ ફૈઝાબાદ બન્યું અયોધ્યા
દર મંગળવારે યોજાનાર યૂપી કેબિનેટની બેઠકમાં આ વખતે 9 પોઇન્ટ અંગે સંમતી સધાઇ છે, અનેક મહત્વનાં મુદ્દાઓ પર નિર્ણય લેવાયો
લખનઉ : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે સવારે લોકભવનમાં કેબિનેટની બેઠક થઇ. દર મંગળવારે યોજાનારી યુપી કેબિનેટની બેઠકમાં આ વખતે 9 પોઇન્ટ પર સંમતી થઇ.બેઠકમાં યોગી સરકારે અલ્હાબાદ અને ફૈજાબાદ જિલ્લાનું નામ બદલ્યા બાદ હવે આ મંડળોનાં નામમાં પણ પરિવર્તન કરી દીધું છે. પ્રદેશ સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નામ સિંહે બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને બેઠકમાં પસાર થયેલા પ્રસ્તાવ અંગે માહિતી આપી હતી.
કેબિનેટમંત્રી સિદ્ધાર્થ નાથ સિંહે જણાવ્યું કે, કેબિનેટ બેઠકમાં કુલ 9 પ્રસ્તાવો પર મહોર લાગી. તેમણે જણાવ્યું કે, કેબિનેટ આર્થિક વળતર નથી મળતું તેવા શિક્ષકોને મુખ્યમંત્રી અધ્યાપક પુરસ્કાર યોજનાને સંમતી મળી ગઇ છે. હવે દર વર્ષે તે પુરસ્કાર સ્વર્ગીટ અટલ બિહારી વાજપેયીની જયંતી પ્રસંગે 25 ડિસેમ્બરે આપવામાં આવશે. પ્રસ્તાવ અનુસાર દર વર્ષે 18 લોકોને આ પુરસ્કાર આપવામાં આવશે. જે પૈકી પ્રત્યેકને 25 હજાર રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે.
ઉપરાંત યોગી કેબિનેટ મકાઇની કિંમતને 1700 કરોડ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દીધી છે. આપ પ્રદેશનાં 20 જિલ્લામાં લાગુ કરવામાં આવી છે. ઉપરાંત ખાદ્ય આયુક્ત તેને જરૂરિયાત અનુસાર અન્ય વિસ્તારો સુધી વધારી શકે છે. સરકારે પહેલીવાર આ નિર્ણય લાગુ કર્યો છે. 20 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અલગથી આપવામાં આવી રહ્યું છે. તેમાં કુલ 214.9 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. કાલે એક લાખ મેટ્રીક ટન મકાઇની ખરીદી અનુમાનીત છે.
યોગી કેબિનેટે ઉત્તરપ્રદેશનાં રાજ્ય ચિકિત્સા યુનિવર્સિટી સેવા નિયમાવલીમાં પણ સંશોધન કર્યું છે. જેનાં હેઠળ મેડિકલ કોલેજોમાં પ્રવક્તાનાં પદને રદ્દ કરી દીધું છે. હવે લોક સેવા પંચ દ્વારા સીધી ભર્તીથી જ આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી થશે. પ્રવક્તા પદ હટી જશે.
કેબિનેટે અલ્હાબાદ મંડળનું નામ બદલીને પ્રયાગરાજ મંડળના પ્રસ્તાવ પર પણ મહોર લગાવી છે. જે જિલ્લા જિલ્લા અલ્હાબાદમાં આવતા હતા. અન્ય પ્રસ્તાવમાં ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું. તેને પણ કેબિનેટ દ્વારા મંજુરી આપી દેવાઇ છે.
સિદાર્થનાથ સિંહે જણાવ્યું કે તે ઉપરાંત કાશી વિશ્વનાથ મંદિર માટે 130 અને પ્રોપર્ટી ખરીદવાની જરૂરિયાત છે. તેના માટે કુલ ખર્ચમાંથી 190 કરોડ રૂપિયા કેબિનેટ પાસ કરી ચુક્યું છે. આજે અન્ય બાકીની રકમ પણપાસ કરી દેવાઇ છે. કુલ આ પ્રોજેક્ટમાં 413 કરોડ રૂપિયાની જરૂર હતી.
પ્રદેશમાં 2 મેડિકલ કોલેજ બની રહી છે. પહેલા ફેઝમાં બસ્તી, બહરાઇચ, ફિરોઝાબાદ, ફૈઝાબાદ અને શાહજહાપુરમાં મેડિકલ કોલેજ છે. તેનુંસંચાલન કરવા માટે મધ્યપ્રદેશ, ગુજરાતમાં સોસાયટી સંચાલનનો કોન્સેપ્ટ છે તે જ પ્રકારે યૂપીમાં મેડિકલ કોલેજના સંચાલન માટે સોસાયટી બનાવવા, તેની સ્વાયત કરવામાં આવે તેના પ્રસ્તાવ પર મહોર લાગી છે. તેની ગવર્નિંગ બોડીમાં મેડિકલ એજ્યુકેશનનાં મંત્રી ચેરમેન હશે.