પ્રયાગરાજ : યૂપીની યોગી આદિત્યનાથ સરકારે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ દરમિયાન કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે. યોગી કેબિનેટે 600 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ હાઇવે બનાવવાનાં નિર્ણય પર મંજુરીની મહોર લગાવી દીધી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું કે, આ વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ હાઇવે હશે. કેબિનેટ મીટિંગમાં સર્જીકલ સ્ટ્રાઇક પર બનેલી ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકને પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવાની વાત પર પણ મહોર લગાવી દેવાઇ હતી. આ સાથે જ મુખ્યમંત્રી યોગીએ અયોધ્યા મુદ્દે કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીનું પણ સ્વાગત કર્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, પ્રયાગરાજનાં માળખાગત ઢાંચા માટે કંઇ જ કરવામાં નતી આવ્યું. જેથી સરકારે તેને પશ્ચિમી યુપી સાથે જોડવા માટે એક્સપ્રેસ હાઇવે બનાવવાનો નિર્ણય લીધો છે. આ ગંગા એક્સપ્રેસ હાઇવે 600 કિલોમીટર લાંબો હશે. મેરઠ, અમરોહા, બુલંદશહેર, બદાયૂ, શાહજહાપુર, ફર્રુખાબાદ, હરદોઇ, કન્નોજ, રાયબરેલી અને પ્રતાપગઢ થઇને એક્સપ્રેસ હાઇવે પ્રયાગરાજ સુધી જશે. તેને બનાવવામાં સરકારને આશરે 36 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. 

કુંભના આયોજનથી ગંગા સાફ થઇ
યોગી સરકારે કહ્યું કે, આ પ્રથમ કેબિનેટ બેઠક છે જે રાજધાની બહાર થઇ છી. અમે કુંભને સાકારાત્મક રીતે યૂનિક ઇવેન્ટ સ્વરૂપે વિશ્વ સમક્ષ મુકી. વડાપ્રધાને ગંગા પુજાના માધ્યમથી આયોજનની શરૂઆત કરી. વિશ્વનાં 70 રાષ્ટ્રધ્વજ અહીં લહેરાઇ રહ્યા છે. નમામિ ગંગે યોજનાનો પરિશ્રમ અવિરલ ગંગા સ્વરૂપે દેખાઇ રહ્યો છે. ગત્ત કુંભમાં મોરેશિયસનાં વડાપ્રધાને ગંદકી જોઇને આચમન પણ નહોતું કર્યું. જ્યારે આ વખતે પીકે જુગનાથ સ્નાન કરીને ગયા છે. 

6556 હેક્ટર જમીનની જરૂર
સૌથી લાંબો એક્સપ્રેસ હાઇવે પર મુખ્યમંત્રીએ કહ્યું કે, કેબિનેટનાં વેસ્ટ યૂપી સાથે જોડવા માટે ગંગા એક્સપ્રેસ હાઇવે બનાવવા સંમતી સધાઇ છે. આ હાઇવે માટેક 36 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. 600 કિલોમીટર લાંબા આ હાઇવે માટે 6556 હેક્ટર જમીનની જરૂર પડશે. આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઇવે હશે. 

ઋષી ભારદ્વાજની પ્રતિમા લગાવાશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રયાગરાજમાં ભારદ્વાજ ઋષીના આશ્રમ અને પાર્કને ધ્યાને રાખી કામ થવું જોઇતું હતું. અમે હવે તેનાં સૌંદર્યીકરણનો નિર્ણય લીધો છે. ભારદ્વાજ ઋષી વિમાનન શાસ્ત્રના જ્ઞાતા હતા. પુષ્પક વિમાન પણ તેમણે જ બનાવ્યું હતું. મહર્ષિ વાલ્મિકીની ભવ્ય પ્રતિમા પ્રયાગરાજ અને ચિત્રકુટની પહાડ પર લગાવાશે. 

કુષ્ટ રોગીઓને મળશે આવાસ
ઉત્તરપ્રદેશ વન ગ્રામોમાં રહેનારા થારુ જનજાતીને 100 ટકા મકાન આપવાની યોજના ચાલુ કરી હતી. આ જ પ્રકારે કોઢના રોગીઓ માટે આવાસ યોજના ચાલુ કરવામાં આવી રહી છે. તેના કારણે 3791 કુષ્ટ રોગીઓને લાભ મળશે. દરેક કુષ્ટરોગીને આવાસ મળશે.