લખનઉ: સંશોધન નાગરિકતા કાયદા સામે ગત વર્ષે ડિસેમ્બરમાં રાજધાની લખનઉમાં થયેલા હિંસક પ્રદર્શન મામલે આરોપીઓના પોસ્ટર ફરી એકવાર જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, સીએએ વિરૂધ ગત વર્ષ 19 ડિસેમ્બરના લખનઉમાં થયેલા પ્રદર્શનમાં સામેલ આઠ લોકો પર ગેંગસ્ટર એક્ટ અંતર્ગત કાર્યવાહી કરતા તેમને ભાગેડું જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે રાજધાનીના પોલીસ સ્ટેશન અને સાર્વજનિક સ્થળો પર આ પ્રદર્શનકારીઓની તસવીરવાળા પોસ્ટર લગાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- નાઈક પરિવારને ધમકી: હું અર્નબ છું! હું તમને દેખાડીશ કે હું શું કરી શકુ છું


5000નું આપવામાં આવશે ઈનામ
તેમણે જણાવ્યું કે, પોલીસે બે અલગ અલગ પોસ્ટર જાહેર કર્યા છે. એક પોસ્ટરમાં તે પ્રદર્શનકારીઓની તસવીરના સરનામા છે, જેમની પર ગેંગસ્ટર એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે બીજા પોસ્ટરમાં તે પ્રદર્શનકારી છે, જે ફરાર તો છે પરંતુ તેમના પર ગેંગસ્ટર એક્ટ લાગું કર્યો નથી. આ પોસ્ટર પર આ પણ લખવામાં આવ્યું છે કે, આ પ્રદર્શનકારીઓની જાણકારી આપનારને 5 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.


આ પણ વાંચો:- J&K: ડ્રોનથી શૂટ કરવામાં આવી આતંકીની શરણાગતિ, જુઓ Live Video


પહેલા પોસ્ટરમાં જે આઠ ફરાર પ્રદર્શનકારીઓની જાણકારી આપવામાં આવી છે, તેમના પર ગેંગસ્ટર એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં મોહમ્મદ અલામ, મોહમ્મદ તહિર, રિઝવાન, નાયબ ઉર્ફ રફત અલી, અહસન, હસન અને ઇરશાદ સામેલ છે. આ તમામ પર ઠાકુરગંજ સ્ટેશનમાં કેસ નોંધાયો છે.


બીજા પોસ્ટરમાં શિયા ધર્મગુરૂ મૌલાના સૈફ અબ્બાસ, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વરિષ્ઠ ઉપાધ્યક્ષ મૌલાના કલ્બે સાદિકના પુત્ર કલ્બે સિબ્તૈન દ્દનૂરી, ઇસ્લામ, જમાલ, આસિફ, તૌકીર ઉર્ફ તૌહીદ, માનૂ, શકીલ, નીલૂ, હલીમ, કાશિફ અને સલીમ ચૌધરીના નામ સામેલ છે.


આ પણ વાંચો:- China પર નજર, Indiaની ત્રણેય સેનાઓએ Andaman and Nicobarમાં કર્યો સંયુક્ત યુદ્ધાભ્યાસ


પોલીસના જણાવ્યા અનુસાર, આ પ્રદર્શનકારી ગત વર્ષ 19 ડિસેમ્બરના લખઉનમાં સીએએના વિરૂધ થયેલા પ્રદર્શન દરમિયાન હિંસામાં સામેલ હતા અને હિંસા ભડકાવી રહ્યાં હતા.


ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ 19 ડિસેમ્બરના લખનઉમાં સીએએની વિરૂદ્ધ પ્રદર્શન દરમિયાન હિંસા ભડકાવવામાં આવી હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને મોટા પ્રમાણમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન થયું હતું. આ મામલે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓની સામે અલગ અલગ સ્ટેશનોમાં કેસ નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી.


આ પણ વાંચો:- મહારાષ્ટ્ર સરકારે 'ઓપરેશન અર્નબ' માટે બનાવી હતી 40 સભ્યોની ટીમ?


પ્રદર્શન દરમિયાન થયેલા નુકસાનના વળતર માટે લખનઉ જિલ્લા પ્રશાસને તે સમયે પણ પ્રદર્શનકારીઓની તસવીરોના હોર્ડિંગ લગાવ્યા હતા. તેના પર ઘણો વિવાદ થયો અને આ મુદ્દો કોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઇકોર્ટે તંત્રના આ પગલા પર નારાજગી વ્યક્ત કરતા હોર્ડિંગ હટાવવાનો આદેશ આપ્યો હતો. સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો, જ્યાં આ મામલો હજુ વિચારોધીન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube