નવી દિલ્હીઃ લોકોને રસી લગાવવાની અપીલ કરતી કેન્દ્ર સરકારની ડાયલર ટ્યૂનની આલોચના કરતા દિલ્હી હાઈકોર્ટે ગુરૂવારે કહ્યું કે, અમને ખ્યાલ નથી કે કેટલા દિવસથી આ પરેશાન કરનાર સંદેશ વગાડવામાં આવી રહ્યો છે અને લોકોને રસી લેવાનું કહેવામાં આવે છે જ્યારે પૂરતી માત્રામાં વેક્સિન ઉપલબ્ધ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલર ટ્યૂન પર ભડક્યા જજ
ન્યાયમૂર્તિ વિપિન સાંધી ન્યાયમૂર્તિ રેખા પલ્લીની પીઠે કહ્યુ- જ્યારે લોકો કોલ કરે છે તો, અમને નથી ખ્યાલ કે તમે કેટલા દિવસથી એક પરેશાન કરનાર સંદેશ સાંભળી રહ્યાં છો કે લોકોએ રસી લગાવવી જોઈએ, જ્યારે તમારી (કેન્દ્ર સરકાર) પાસે પૂરતી રસી નથી. તેમણે કહ્યું-તમે લોકોનું રસીકરણ કરી રહ્યાં નથી, પરંતુ છતાં તમે કહી રહ્યાં છો કે રસી લગાવડાવો. કોણ રસી લગાવે, જ્યારે રસી જ હાજર નથી. આ સંદેશનો અર્થ શું છે. 


આ પણ વાંચોઃ ભારત બાયોટેક સિવાય બીજી કંપનીઓ પણ કરી શકે છે કોવેક્સીનનું ઉત્પાદન, સરકારે આપ્યા સંકેત


સરકારને કહ્યું- કંઈક નવું વિચારો
સરકારે આ વાતોમાં નવું વિચારવાની જરૂર છે. આ ટિપ્પણી કરતા પીઠે કહ્યું, તમારે આ બધાનું ધ્યાન આપવું જોઈએ. જો તમે પૈસા લેવાના છો, ત્યારે પણ આ આપો. બાળકો પણ આ કહી રહ્યાં છે. કોર્ટે કહ્યું કે, સરકારે હંમેશા એક સંદેશ વગાડવાની જગ્યાએ અલગ-અલગ સંદેશ તૈયાર કરવા જોઈએ. 


લોકપ્રિય લોકો પાસે મદદ લે સરકાર- કોર્ટ
અદાલતે કહ્યું, જ્યાં સુધી આ ટેપ ખરાબ ન થાય, તમે તેને આગામી 10 વર્ષ સુધી વગાડતા રહેશે. પીઠે કહ્યું કે રાજ્ય કે કેન્દ્રની સરકારોએ પાયાના સ્તર પર સ્થિતિ પ્રમાણે કામ કરવુ પડશે. કોર્ટે કહ્યું- તેથી મહેરબાની કરી અન્ય (ડાયલર સંદેશ) તૈયાર કરો. જ્યારે લોકો દર વખતે અલગ-અલગ (સંદેશ) સાંભળશે તો લગભગ તેની મદદ થઈ જશે. કોર્ટે કહ્યું કે ટીવી પ્રેઝન્ટેર, નિર્માતાઓ પાસે લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમ બનાવો, અમિતાભ બચ્ચન જેવા લોકપ્રિય લોકોને તેમા મદદ કરવાનું કહ્યું છે. 


કોરોના સામે જંગમાં ત્રીજુ હથિયાર, આગામી સપ્તાહે માર્કેટમાં મળશે સ્પૂતનિકની Vaccine


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube